Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારે અદાણીને ફાળવી દીધી કોલસાની ખાણો, સુપ્રીમે ખુલાસો માંગ્યો

અદાણી ગ્રુપની કંપનીને કોલાસાની ખાણોમાંથી ખોટી રીતે ફાળવવા પર સુપ્રીમે કોર્ટે કેન્દ્ર સરકાર આરોપ લગાવતા નોટિસ મોકલી હતી. આ અરજી મુજબ જે કોલ બ્લોક્સની ફાળવણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી તેને સંયુક્ત સાહસ હેઠળ અદાણીને ફાળવવામા આવી હતી.
સુપ્રીમ કોર્ટે કોલસાની ખાણોની ફાળવણીમાં અનિયમિતતા દાખવવાના કારણે ૨૪ ઓગસ્ટ ૨૦૧૪માં ૨૧૪ કોલ બ્લોક્સની ફાળવણીને સામૂહિક રૂપે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે માઈનિંગ રાઈટસ કોઈ પ્રાઈવેટ કંપનીને ટ્રાંસફર કરવા માટે બનાવવામાં આવેલ જોઈન્ટ વેંચર કંપનીને કોલ માઈનિંગ નેશનલાઈઝેશન એક્ટ ૧૯૭૩ હેઠળ ગેરકાયદેસર માનવામાં આવશે. આ રીતે અદાલતમાં પ્રાઈવેટ સેક્ટર સાથે બનેલા બધા જ જોઈન્ટ વેંચરનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેમાં પરસા ઈસ્ટ કેતેબસાન કોલ બ્લોક પણ સામેલ છે. આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કોલ બ્લોકનું રીઅલોકેશન અદાલતના આદેશ તેમજ તેમના દ્વારા ૩૧ માર્ચ ૨૦૧૫માં બનાવવામાં આવેલ કાનૂન વિરુદ્ધ જાય છે.
પ્રશાંત ભૂષણે આરોપ લગાવતા કહ્યું કે આરઆરવીયુએનએલ એ જેવી પરસાકેતે કોલિયરી લિમિટેડ સાથે ૧૬ જુલાઈ ૨૦૦૮માં થયેલ કોલસાના ખાણકામ અને ડિલિવરી કરારને પાછો મેળવામાં આવે. આ કરારના કારણે પબ્લિક સેક્ટર યુનિટ કોલ ઇંડિયા તરફથી નોટિફાઈડ રેટ કરતાં વધારે મોંધી કિંમતો પર કોલસાની ખરીદી કરી રહી છે કેમકે આ કોલ બ્લોક ઘનઘોર જંગલમાં હોવાથી એન્વાર્યમેન્ટ એન્ડ ફોરેસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોલે તેને માઈનિંગ ના કરવાનું ક્ષેત્ર ધોષિત કરેલ છે કેમકે તે જગ્યા પર હાથિઓના પ્રાકૃતિક આવાસ છે.શ્રીવાસ્તવની અપીલ પર આ બ્લોક માટેના ક્લિયરેંસને નકારવામાં આવ્યો છે. જો કે આદેશ વિરુદ્ધ રાજસ્થાનની સરકારી કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જેના પર હજુ કોઈ કાર્યવાહી થઈ નથી.

Related posts

ટ્રમ્પ-મોદી વચ્ચે ફોન પર લાંબી ચર્ચા : માલદીવનો મુદ્દો છવાયો

aapnugujarat

પ.બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા મળી ચૂંટણી લડશે

aapnugujarat

इस हफ्ते लगातार 4 दिन बंद रहेंगे बैंक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1