Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભામાં કમલનાથે દીકરાને ઉતાર્યો તો જ્યોતિરાદિત્યે મિસીસ સિંધિયાને મેદાને ઉતારીને બદલો લીધો

રાજનીતિનું ચુંબકીય ક્ષેત્ર ભલભલાને આકર્ષી શકે છે. ત્રણ રાજ્યોમાં મેળવેલી જીતથી કોંગ્રેસ પાર્ટીમાં ઉત્સાહનો અનેરો સંચાર થયો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો એમ કુલ મળીને ૧૧૪ ઉમેદવારોને આગામી લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ન ઉતારવાનું નક્કી કર્યું છે એવો એક મહત્વનો નિર્ણય પણ પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ઉત્તમ યોગ્યતા ધરાવનાર ઉમેદવારોની કોંગ્રેસ પાર્ટીમાં ઉણપ નથી. કહેવાય છે કે, છિંદવાડા લોકસભાની સીટ ઉપર મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથની મજબૂત દાવેદારી છે. નકુલ આ બેઠલ ઉપર લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ કાર્યકરોએ ગ્વાલિયર લોકસભા સીટ ઉપર જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિની રાજેનું નામ સૂચવવામાં આવ્યું છે. જ્યારે પાર્ટીએ એવી પણ ઇચ્છા વ્યક્ત કરી છે કે, ગ્વાલીયર અથવા ગુના આ બેમાંથી એક લોકસભાની સીટ ઉપર સ્વયં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઝપલાવે.
એવું પણ ચર્ચાય છે કે, જો જ્યોતિરાદિત્ય ગુના મતક્ષેત્રમાંથી મેદાનમાં ઉતરે તો તેમની પત્ની ગ્વાલીયર લોકસભામાંથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ચર્ચાય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ગ્વાલિયર ચંબલ ક્ષેત્રમાં સિંધિયાના પ્રભાવથી જ ૩૪થી ૨૬ જેટલી સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો હતો. આથી, કોંગ્રેસની આ બે ઉમેદવારો ઉપર જીતની આશા પ્રબળ છે. સાથે સાથે સ્પષ્ટ છે કે, લોકસભા પ્રભારી, એઆઈસીસી દ્વારા નિયુક્ત કોઓર્ડિનેટર તેમજ પાર્ટી વિધાનસભા મતવિસ્તારના સ્તર ઉપરથી પાર્ટી દ્વારા લોકસભાના નામાંકન માટે સર્વે થઈ રહ્યો છે. ખૂબ જ સાવધાની અને ચોક્સાઈપૂર્વક લોકસભા ચૂંટણીના ઉમેદવાર પસંદ કરવામાં આવશે જેથી જીત નિશ્ચિત બને. તેવી સ્પષ્ટતા પાર્ટી મોવડીમંડળ દ્વારા કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરી લેવામાં આવશે. ભોપાલ તેમજ ઇંદોર લોકસભા સીટ ઉપર પાર્ટી કોઈ નવા ચહેરા ઉપર પસંદગીનો કળશ ચઢાવે તેવી શક્યતા છે. બીજી તરફ, ઝાબા-રતલામથી વર્તમાન સાંસદ કાંતિલાલ ભૂરિયાનું નામ લોકસભા ચૂંટણીમાં નક્કી સમજવામાં આવે છે. આ ઉપરાંત સાગર, ટીકમગઢ, દમોહ, ખજુરાહો, જબલપુર, મંડના, બાલાઘાટ તેમજ વિદિશા જેવી સીટો ઉપર પાર્ટી નવા ચહેરા ઉપર પોતાની પસંદગી ઊતરી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

Related posts

NIA summons grandson of separatist leader Syed Ali Shah Geelani in 2017 terror funding case

aapnugujarat

ममता को न मां की चिंता और न माटी से प्यार : नड्डा

editor

घरेलू उड़ानों की बुकिंग के लिए जरुरी होंगे पहचान पत्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1