Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રિપુરાના મંત્રી પર મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કર્યાનો આરોપ

ત્રિપુરામાં શનિવારે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભાનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ત્રિપુરાના મંત્રી મોનોજ કાંતી દેવ એક મહિલા મંત્રી સંતના ચકમાને કથિત રીતે ખોટી રીતે સ્પર્શ કરી રહ્યાં છે. જેને લઇને વિવાદ શરું થઈ ગયો છે અને વિપક્ષી પાર્ટીઓને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે.વામ મોર્ચાના સંયોજક બિજન ધરે કહ્યું કે, જે મંચ પર વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિપ્લબ કુમાર દેવ અને અન્ય લોકો જનસભા સંબોધિત કરી રહ્યાં હતા તે મંચ પર એક મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કરવા બદલ મોનોજ કાંતી દેવને સસ્પેન્ડ કરી અને ધરપકડ કરવી જોઈએ.તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા સાઇટ્‌સ પર આ સાર્વજનિક રીતે જોવામાં આવ્યું છે કે દેવે સમાજ કલ્યાણ અને સામાજિક શિક્ષા મંત્રી સંતના ચકમાની કમર પર હાથ રાખ્યો હતો. ચકમાં એક યુવા આદિવાસી નેતા છે.બિજન ધરે કહ્યું કે મોનોજ કાંતી દેવે ત્રિપુરા મંત્રીમંડળની એકમાત્ર મહિલા મંત્રીની પવિત્રા અને મર્યાદાને સાર્વજનિક મંચ પર નુકસાન પહોંચાડ્યું છે જ્યાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા.

Related posts

आम्रपाली ग्रुप के अधूरे हाउसिंग प्रॉजेक्ट्स NBCC करेगा पूरा : सुप्रीम कोर्ट

aapnugujarat

सुप्रीम कोर्ट में नए कृषि कानून के खिलाफ किसानों के प्रदर्शन पर सुनवाई टली

editor

‘મની લોન્ડરિંગ’ કેસમાં ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1