Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોતની અફવાથી પરેશાન થયો સુરેશ રૈના

પસીની કોશિશ કરી રહેલો ક્રિકેટર સુરેશ રૈના હાલ એક ખાસ કારણથી પરેશાન છે. કેટલાક યૂઝર્સે યૂટ્યુબ પર વીડિયો શેર કરીને રોડ એક્સિડેન્ટમાં તેના મોતની વાત કરી હતી. આ અફવાથી પરેશાન સુરેશ રૈનાએ સોમવારે ટિ્‌વટ કરીને તેના ફેન્સને સલામત હોવાનું જણાવ્યું હતું.રૈનાએ ટિ્‌વટ કરીને લખ્યું કે, છેલ્લા થોડા દિવસોથી યૂટ્યુબ પર મારું કાર એક્સિડેન્ટમાં મોત થયું હોવાના સમાચાર વહેતા થયા છે. આ ફેક ન્યૂઝથી મારો પરિવાર અને મિત્રો ખૂબ પરેશાન છે. આ પ્રકારના અહેવાલને નજરઅંદાજ કરવાની મારી તમામને અપીલ છે. ભગવાનની કૃપાથી હું બિલકુલ ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવા ઉડાવી છે તેમની સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આશા છે કે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.રૈના હાલ ઇન્ટરનેશનલ ટીમમાંથી બહાર છે, પરંતુ ઉત્તરપ્રદેશ રણજી ટીમમાં રમી રહ્યો છે. તેણે અંતિમ મેચ ડિસેમ્બરમાં ઝારખંડ સામે રમી હતી. આ મેચમાં તેણે ૭૫ રનની ઈનિંગ રમી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે અંતિમ વખત જુલાઇમાં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. રૈનાને ધોનીનો ખાસ માનવામાં આવે છે. આઇપીએલમાં બંને ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમે છે.માં ૫ સદી અને ૩૫ અડધી સદી વડે ૫૬૧૬ રન બનાવ્યા છે. રૈનાને ટી૨૦ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. ૭૮ મેચમાં તેણે ૧૬૦૫ રન બનાવ્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે. ૧૮ ટેસ્ટમાં રૈનાએ એક સદી અને ૭ અડધી સદી વડે ૭૬૮ રન બનાવ્યા છે. રૈના તેની બેટિંગ ઉપરાંત ઉતકૃષ્ટ ફિલ્ડિંગના કારણે પણ ક્રિકેટ જગતમાં જાણીતો છે. આ ઉપરાંત પાર્ટ ટાઇમ બોલિંગ પણ કરી શકે છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ખેલાડીઓ પૈકીનો એક છે.

Related posts

આંખ મારવી ઈસ્લામમાં ‘હરામ’ઃ સુપ્રીમમાં પ્રિયાના ગીત વિરુદ્ધ પિટિશન દાખલ

aapnugujarat

ત્રિપુરા ચૂંટણીમાં હાર બાદ માણિક સરકારે આપેલું રાજીનામું

aapnugujarat

चिदंबरम को मिली जमानत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1