Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંખ મારવી ઈસ્લામમાં ‘હરામ’ઃ સુપ્રીમમાં પ્રિયાના ગીત વિરુદ્ધ પિટિશન દાખલ

પ્રિયા પ્રકાશ વોરિયર દ્વારા આંખ મારવાના વીડિયો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં જણાવાયું છે કે ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના એક સીનમાં પ્રિયા પ્રકાશ વોરિયરને આંખ મારતી બતાવવામાં આવી છે તે દૃશ્ય ઈસ્લામમાં હરામ માનવામાં આવે છે.
ઈસ્લામમાં આંખ મારવાનું કૃત્ય હરામ ગણવામાં આવે છે અને તેથી આ ફિલ્મના ગીત વિરુદ્ધ હૈદરાબાદની બે પાર્ટીઓએ કેસ દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ મહારાષ્ટ્રના એક સ્થાનિક સંગઠને પ્રિયા પ્રકાશની આગામી ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના એક ગીતમાં મુસ્લિમોની લાગણી દુભાઈ હોવાનો આરોપ મૂક્યો હતો.તેના ડાયરેક્ટર ઓમર લુલુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રિયાએ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના ગીતને લઈ છેડાયેલા વિવાદ બાદ તેમની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવાની અરજી કરવામાં આવી હતી.પ્રિયાએ પોતાની પિટિશનમાં જણાવ્યું છે કે આ ગીત ૪૦ વર્ષ જૂનું છે અને અત્યાર સુધી તેના પર મુસ્લિમ સમુદાયે ક્યારેય કોઈ વિરોધ નોંધાવ્યો નથી. આમ, એકાએક આ ગીત દ્વારા કોઈની લાગણી દુભાઈ શકે નહીં. આ અગાઉ હૈદરાબાદમાં કેટલાક યુવાનોએ આ ગીત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. સાથે જ રઝા એકેડેમીએ તેમના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.મુંબઈના પોલીસ કમિશનર અને સેન્સર બોર્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. હરિયાણાના ફતેહાબાદ શિક્ષણ વિભાગે ફરમાન જારી કરીને આવો વીડિયો શાળામાં બાળકોને નહીં બતાવવાનો આદેશ કર્યો હતો.

Related posts

દેશેમાં હજી ૫ દિવસ ચાલશે મેઘતાંડવ

aapnugujarat

રેમડેસિવિરથી વધ્યા ડાયાબિટિસના કેસ

editor

શેરબજારમાં તેજી : સેંસેક્સે ૩૪ હજારની સપાટી કુદાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1