Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશેમાં હજી ૫ દિવસ ચાલશે મેઘતાંડવ

દેશભરમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. તેવામાં મેઘતાંડવ રવિવારે પણ યથાવત રહ્યો હતો. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૫ દિવસ દરમિયાન ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદના કારણે આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવાર માટે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લોકોએ આજે સાવચેતી રાખવાની જરૂર રહેશે. ૨૩મી જુલાઈના રોજ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રવિવાર માટે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ માટે ૨૫ જુલાઈ સુધીના દિવસો ભારે છે. આ સમય દરમિયાન લોકોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડમાં રવિવારથી આગામી ૪ દિવસ સુધી વરસાદ પડશે.

Related posts

सीएम बघेल ने छत्तीसगढ़ एचसी को लिखा पत्र

editor

SC granted P. Chidambaram bail in INX Mediacase lodged by CBI

aapnugujarat

मुंबई हमले के बाद पाक पर एयर स्ट्राइक को तैयार थी वायुसेना : धनोआ

aapnugujarat
UA-96247877-1