Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેન્કો ક્રૂર રીતે લોનની વસૂલાત કરવાનું બંધ કરે : NIRMALA SITHARAMAN

સરકારે કહ્યું છે કે, લોનની રિકવરીમાં બેન્કોની વધુ પડતી કડકાઈ ચલાવી લેવાશે નહીં. પછી તે પબ્લિક સેક્ટરની બેંક હોય કે પ્રાઈવેટ સેક્ટરની બેન્ક.ગરીબ ખેડૂતોની સાથે તો આવું બિલકુલ ન થવું જોઈએ. આ વાત કેન્દ્રીય નાણામંત્રી સીતારમણએ આજે સંસદમાં કહી. તેઓ લોકસભામાં એક સવાલનો જવાબ આપી રહ્યા હતાં.

માનવીય અને સંવેદનશીલ રીતે વર્તન કરે બેન્કો
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં કહ્યું કે, બધી બેંકો પછી તે જાહેર ક્ષેત્રની હોય કે ખાનગી ક્ષેત્રની, આરબીઆઈના માધ્યમથી નિર્દેશ અપાયો છે કે, તે લોનના બાકી હપ્તાઓની ચૂકવણી મામલે ગરીબ ખેડૂતોની સાથે માનવીય અને સંવેદનશીલ રીતે વર્તન કરે. પ્રશ્નકાળ દરમિયાન જ્યારે નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ લોન ડિફોલ્ટર્સ પાસેથી વસૂલાત દરમિયાન બેન્કો દરમિયાન અપનાવાતી કઠોર રીતો પર શિવસેનાના એક સભ્યના સવાલ પર જવાબ આપી રહ્યા હતા, તો સીતારમણે હસ્તક્ષેપ કરતા કહ્યું કે, આ એક સંવેદનશીલ મામલો છે, જેને ઘણી વખત સરકારના ધ્યાનમાં લવાયો છે.

સરકારના ધ્યાનમાં આવ્યા છે મામલા
સીતારમણે કહ્યું કે, ‘અહીં એક સંવેદનશીલ મુદ્દો ઉઠાવાયો છે. જાહેર કે ખાનગી ક્ષેત્રની બેન્કો દ્વારા ગરીબ ખેડૂતોની સાથે વ્યવહાર કરતી વખતે હાથ મરોડવાની રણનીતિ અપનાવવાના ઘણા મામલા અમારા ધ્યાનમાં લવાયા છે. અમે ઘણી વખત આરબીઆઈના માધ્યમથી બેન્કોને એવા લોકો સાથે માનવીય રીતે વર્તન કરવાનો નિર્દેશ આપ્યો છે.’ લોનના હપ્તા વસૂલવાના પ્રયાસમાં બેન્કોના પ્રતિનિધિઓ દ્વારા શારીરિક હિંસા કરવામાં આવ્યા હોવાના મામલા સામે આવ્યા છે.

આરબીઆઈ લોનની વસૂલાતને લઈને શું કહે છે?
રિઝર્વ બેન્કે ગત વર્ષે જ નવો નિયમ જારી કર્યો છે. રિઝર્વ બેન્કએ કંપનીઓને કહ્યું છે કે, તે સુનિશ્ચિત કરે કે લોન વસૂલાતમાં રિકવરી એજન્ટ ગ્રાહકોને કોઈ પ્રકારની ધમકી ન આપે. લોનની વસૂલાતમાં ગ્રાહકની સાથે કોઈ પ્રકારની વધારે પડતી કડકાઈ ન થવી જોઈએ. તેના માટે પહેલેથી નિયમ બનાવાયા છે, એ નિયમોનું દરેક સ્થિતિમાં પાલન જરૂરી છે. એ સાથે રિઝર્વ બેન્કે કહ્યું છે કે, ફોન પર લોનના રૂપિયા માગવાનો સમય સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધીનો નક્કી કરાયો છે. રિકવરી એજન્ટ આ સમય દરમિયાન રૂપિયા માગી શકે છે.

રિકવરી એજન્ટોની ચાલે છે દાદાગીરી
એવું જોવામાં આવ્યું છે કે બેન્ક, એનબીએફસી કે અનય્ રેગ્યુલેટેડ ઈનટિટીઝ (REs) લોન વસૂલાત માટે રિકવરી એજન્ટની નિમણૂક કરે છે. આ રિકવરી એજન્ટ નિયમ-કાયદાને ધ્યાનમાં નથી રાખતા. ફાઈનાન્શિયલ સર્વિસના આઉટસોર્સિંગ માટે કેટલાક નિયમ નક્કી છે, જેનું પાલન રિકવરી એજન્ટ પૂરી રીતે નથી કરતા. આ એજન્ટોની ગતિવિધિઓને જોતા રિઝર્વ બેન્કએ આરઈને નિર્દેશ આપ્યો છે કે લોન રિકવરી દરમિયાન કોઈ પ્રકારની હેરાનગતિ કે પરેશાની કરનારું વર્તન ન કરે. લોનની વસૂલાત કરતા સમયે કે રૂપિયા માગતા સમયે ગ્રાહકોને શાબ્દિક કે શારીરિક કોઈપણ રીતે પરેશાન ન કરવો જોઈએ.

લોન લેનારાઓની અંગત જીવન પર ન પડે અસર
રિઝર્વ બેન્કએ સ્પષ્ટ કર્યું છે કે બેન્ક કે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુશન્સ લોનની વસૂલાત માટે કોઈ ગ્રાહકને જાહેરમાં અપમાનીત ન કરી શકે. ગ્રાહકના પરિવાર, મિત્રો કે સંબંધીઓના અંગત જીવનમાં દખલ ન કરી શકે કે તેમને ફોન ન કરી શકે. ફોન પર કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોન વસૂલાત માટે ખોટો મેસેજ કે ફોન ન કરી શકે. સાથે જ રૂપિયા લેમા માટે ફોન પર કોઈ પ્રકારની ધમકી પણ ન આપી શકે.

Related posts

અનેક બાળકોનો જીવ બચાવનાર બીઆરડી હોસ્પિટલના ડો.કફીલને પદ પરથી હટાવી દેવાયા

aapnugujarat

માયાવતી સાથે ગઠબંધન પછી, પહેલાં પોતાનું ‘ઘર’ ઠીક કરે અખિલેશ : શિવપાલ

aapnugujarat

દેશનાં ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલ

aapnugujarat
UA-96247877-1