Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં તેજી : સેંસેક્સે ૩૪ હજારની સપાટી કુદાવી

વર્ષ ૨૦૧૭ની શેરબજારમાં પૂર્ણાહૂતિ થઇ ગઇ છે. આવતીકાલે ૩૦મીએ શનિવાર રહેશે અને ૩૧મી જાન્યુઆરીએ રવિવાર રહેશે જેથી સેંસેક્સ ૨૦૧૭ના અંતિમ દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૦૮ પોઇન્ટના ઉછાળા સાથે ૩૪૦૫૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૨ પોઇન્ટ સુધરીને ૧૦૫૩૦ની સપાટીએ રહ્યો હતો. વર્ષ ૨૦૧૭માં નિફ્ટીમાં ૨૯ ટકાનો સુધારો થઇ ચુક્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં બીએસઈ સેંસેક્સમાં સૌથી સારુ વર્ષ રહ્યું છે. ૨૦૧૭માં ઇન્ડેક્સમાં હજુ સુધી ૨૮ ટકાનો વધારો થઇ ચુક્યો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૪૮ અને ૬૦ ટકાનો સુધારો થઇ ચુક્યો છે. મેટલ, ઓટો મોબાઇલ, ટેલિકોમ, બેંકિંગ, કેપિટલ ગુડ્‌ઝ, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ અને રિયાલીટીના શેરમાં તેજી રહી છે. અનેક શેરોમાં રેકોર્ડ ઉછાળો પણ નોંધાઈ ચુક્યો છે. જુદા જુદા વર્ષની વાત કરવામાં આવે તો મજબૂત સ્થિતિ રહી છે. ઇક્વિટી માર્કેટમાં તેજી સૌથી વધારે રહી છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવાહનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી માર્કેટમાં રોકાણનો આંકડો ૧.૧૭ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ડિસેમ્બર સુધી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર દ્વારા નેટ રોકાણનો આંકડો ૫૧૪૯૨ કરોડ રૂપિયા રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં અગાઉ બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં એ વર્ષે ક્રમશઃ ૫૫ અને ૬૯ ટકાનો વધારો થયો હતો. વિદેશી રોકાણના કારણે આ સ્થિતિ સુધરી હતી. સેક્ટરલ ક્લાસીફિકેશનની વાત કરવામાં આવે તો રિયાલીટી અને કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં ક્રમશઃ વર્ષ ૨૦૧૭માં ૧૦૭ અને ૧૦૧ ટકાનો વધારો થયો છે. મેટલ, બેંકિગ, ઓટો, કેપિટલ ગુડ્‌ઝ, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમમાં ૩૫થી ૫૦ ટકા સુધીનો વધારો થયો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પાવર સેકટરમાં માર્કેટમાં ૧૦ અને ૧૮ ટકા સુધીનો સુધારો થયો છે. ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૩૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૨૦૧૭માં ૪૫.૩૯ લાખ કરોડ વધીને ૧૫૧.૬૨ લાખ કરોડ થઇ ગઇ છે. આઈપીઓ મારફતે લિસ્ટેડ કંપનીઓની રકમ પણ વધી છે. ૩૦મી ડિસેમ્બર ૨૦૧૬ મુજબ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૧૦૬.૨૩ લાખ કરોડ સુધી પહોંચી છે. આંકડા દર્શાવે છે કે નવેમ્બર મહિનામાં જીએસટી હેઠળ વસુલાતનો આંકડો ૨૫મી ડિસેમ્બર સુધી ૮૦૮૦૮ કરોડનો રહ્યો છે. કેન્દ્ર સરકારના બજેટ પહેલા નવા આંકડા જારી કરવામાં આવ્યા છે. સરકારના સુધારા એજન્ડાને આગળ વધારી દેવામાં હવે મદદ મળનાર છે તેવી આશા બાદ રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પેનલના સભ્યો રાથીન રોયે આશા વ્યક્ત કરી હતી કે, આગામી બજેટ એકદમ લોકપ્રિય રહેશે નહીં તેમાં કૃષિ અને જુદા જુદા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે ઉલ્લેખનીય બજેટ રજૂ કરી શકે છે. સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે.શિયાળુસત્ર પાંચમી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થનાર છે. બીજી બાજુ માઇક્રો ઇકોનોમિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. નવેસરથી કોઇ સંકેત ન મળતા રોકાણકારો વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે ફરી એકવાર મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટીને ૩૩૮૪૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ ઘટીને ૧૦૪૭૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો.

Related posts

मेघालय में बीफ विवाद पर एक और भाजपा नेता बाचु मरकन का इस्तीफा

aapnugujarat

बार्सिलोना आतंकी हमलाः मरने वाले लोगों की संख्या १४

aapnugujarat

आज से शुरू हुई इंडिगो की समर सेल, मात्र 999 रुपए में कर सकते हैं सफर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1