Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતીય મૂળના કાયાનને બીમારી થતા ઓસ્ટ્રેલિયાએ સમગ્ર પરિવારને દેશ છોડવા હુકમ કર્યો

૬ વર્ષના કાયાનની મુસ્કાન જોઇ કોઇનું પણ દિલ પીગળી જાય. પરંતુ ઑસ્ટ્રેલિયાની સરકારએ કાયાન સહિત તેના આખા પરિવારને દેશ છોડવાનો હુકમ કર્યો છે. માત્ર એટલા માટે કે કાયાનને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. આ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે બાળકોની શારીરિક ગતિ, ચાલવા-ફરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. તેના લીધે ઇમીગ્રેશન વિભાગે ફેબ્રુઆરીમાં તેના પરિવારની છેલ્લી એપ્લિકેશનને પણ રિજેક્ટ કરી દીધી અને દેશ છોડવાનું ફરમાન સંભળાવી દીધું છે.
કાયાનના પિતા વરૂણ કાત્યાલ ૧૨ વર્ષ પહેલાં સ્ટુડન્ટ વીઝા પર આવ્યા હતા. ૨૦૧૨માં લગ્ન થયા અને ૨૦૧૫મા કાયાનનો જન્મ થયો પરંતુ જન્મથી જ કાયાનને સેરેબ્રલ પાલ્સી બીમારીએ ઘેરી લીધા. જેમ-તેમ કરીને જિંદગી પાટા પર પાછી ફરી રહી હતી કે ઑસ્ટ્રેલિયાના ઇમીગ્રેશન વિભાગે ૨૦૧૮માં પરિવારને પરમેનન્ટ વીઝા આપવાની ના પાડી દીધી. વિભાગની દલીલ હતી કે જો તેને પરમેનન્ટ રેસીડન્ટ વીઝા આપવામાં આવે તો કાયાનની સારવારનો બોજ ઑસ્ટ્રેલિયાના ટેકસ પેયર્સ પર પડશે.
વાત એમ છે કે ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસીડન્ટ અને નાગરિકો માટે મેડિકલ સુવિધા ફ્રી છે, તેનો ખર્ચ સરકાર ટેક્સમાંથી આવનાર આવકમાંથી કાઢે છે. મેલબર્નમાં શેફની નોકરી કરતાં વરૂણ કાયાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને ઇમીગ્રેશન વિભાગ તરફથી દીકરાની બીમારીનો ખર્ચ પોતે ઉઠાવાની વાત કહી. તેના પર વિભાગે આવતા ૧૦ વર્ષમાં સારવાર પર ખર્ચ થનાર અંદાજે ૬ કરોડ રૂપિયાની બચન દેખાડવાનું કહ્યું, પરંતુ આટલી મોટી રકમ અમારી પાસે નહોતી. તેઓ જણાવે છે કે બધી જમા રકમ કાયાનની સારવામાં લગાવી દીધી છે. એટલું જ નહીં વારંવાર રિજેકટ થનાર વીઝા એપ્લિકેશનમાં પણ ૨૦ લાખ રૂપિયા થઇ ચૂકયા છે. આ બધાની વચ્ચે વરૂણ અને તેમની પત્નીએ એડમિનિસ્ટ્રેટિવ અપીલ ટ્રિબ્યુનલમાં દાખલ કરી છે જ્યારે કાયાનની અપીલ ફેડરલ કોર્ટમાં પેન્ડિંગ છે. વરૂણે મદદ માટે એક ઓનલાઇન પીટીશન શરૂ કરી છે. કાયાનના સમર્થનમાં કેટલાંય સાંસદ અને કેટલીય સેલિબ્રિટી આવી છે.
હ્યુમન રાઇટ વૉચની ડાયરેકટર અલેન પિયર્સન કહે છે જો કાયાન ડિસેબિલિટીની શિકાર થતો નથી તો આજે ઓસ્ટ્રેલિયન નાગરિક હતો. પરતુ સાંસદ પીટરે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ડિસેબલ બાળકોને ડિપોર્ટ કરવા સરકારની અનૈતિકતા અને કુપ્રબંધને દર્શાવે છે.

Related posts

26 killed in firing at Mexican strip club

aapnugujarat

એચ-૧બી વિઝામાં ૩૭ ટકા સુધીનો ઘટાડો થયો

aapnugujarat

Ordered Russian authorities to start mass vaccinations against Covid-19 next week : Putin

editor

Leave a Comment

UA-96247877-1