ભારતીય આઈટી કંપનીઓ દ્વારા એચ-૧બી વિઝાનો ઉપયોગ ઓછો કરી દેવામાં આવ્યો છે. બરાક ઓબામાના વહીવટીતંત્ર દરમિયાન જ એવા સંકેત મળી ગયા હતા કે, આગામી અમેરિકી પ્રમુખે એચ-૧બી વિઝાના મુદ્દે અલગ વલણ અપનાવનાર છે જેને લઇને ભારતીય આઈટી કંપનીઓએ પહેલાથી જ આધાર ઘટાડી દીધો હતો. ભારતની ટોપ સાત આઈટી કંપનીઓને નાણાંકીય વર્ષ ૨૦૧૬માં ૯૩૫૬ નવા એચ-૧બી વિઝા મળ્યા હતા. જે વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં ૩૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી દ્વારા કરવામોં આવેલા નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે, ભારતીય આઈટી કંપનીઓ દ્વારા એચ-૧બી વિઝા અરજીઓ ઓછી કરવામાં આવી હતી. આધાર ઘટાડી દેવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૧૬માં દાખલ કરવામાં આવેલી અરજીઓ અને મંજુર કરવાનો ગાળો ઓક્ટોબરથી શરૂ થયો હતો. ભારતીય આઈટી કંપનીઓને વર્ષ ૨૦૧૫માં ૧૪૭૯૨ નવા એચ-૧બી વિઝા મળ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૬માં ૯૩૫૬ વિઝા મળ્યા હતા. ટીસીએસને સૌથી વધારે વિઝા મળ્યા છે. ટીસીએસ કંપનીને વર્ષ ૨૦૧૬માં ૨૦૪૦ અને ૨૦૧૫માં ૪૬૭૪ એચ-૧બી વિઝા મળ્યા હતા. જો કે, ટીસીએસને મળેલા વિઝાની સખ્યામાં પણ ૫૬ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. એકંદરે ૩૭ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ટીસીસી, વિપ્રો, ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ, એલ એન્ડ ટી જેવી કંપનીઓ દ્વારા મોટાભાગે એચ-૧બી વિઝાનો ઉપયોગ કરવામાં આવે છે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એન્ડ નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી દ્વારા જારી કરવામાં આવેલા નવા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે.