Aapnu Gujarat
National

યુપીની આગામી ચૂંટણી બસપા એકલા હાથે લડશે : માયાવતી

બહૂજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાશીરામના જન્મ દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું, ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં બસપા એકલા હાથે ચૂંટણી લડશે અને જીતશે. માયવતીએ કહ્યું, બસપા જ એકમાત્ર પાર્ટી છે જે તેના ઉદ્દેશ્યોને લઈને આગળ ચાલી રહી છે.
તેમણે કહ્યું, બહૂજન સમાજનો ઉત્સાહ ઓછો નહી થાય, સત્તા કે વિપક્ષમાં બેસેલી જાતિવાદી પાર્ટીઓના સામ-દામ-દંડ-ભેદથી સાવધાન રહેવાનું છે. કાશીરામ બાદ બસપા જ એક માત્ર પાર્ટી છે જે તેના ઉદ્દેશ્યોને લઈને આગળ ચાલી રહી છે. કૃષિ કાનુનને લઈને અમે ફરીથી અનુરોધ કરીએ છીએ કે તેને પરત ખેંચવામાં આવે.
માયાવતીએ કહ્યું, અમે આ મુદ્દે ખેડુતોની સાથે છીએ. જે ખેડુતોનું મોત થયું છે તેમને ઉચિત મદદ મળવી જોઈએ. તમામ નાના-મોટા કાર્યકર્તાઓને કહેવાનું કે આપણા તમામ નાના-મોટા કાર્યકર્તા પંચાયત ચૂંટણી પોતાની સંપૂર્ણ તાકતથી લડો. ઉત્તરપ્રદેશ સરકાર જાતિની દુર્ભાવનાથી બુલડોઝરનો ઉપયોગ કરે છે.
માયાવતીએ કહ્યું, જ્યારે આપણે ગઠબંધન કરીએ છીએ તો આપણને નુંકસાન પહોંચે છે. આપણો મત ટ્રાંન્સફર થાય છે પરંતુ બીજી પાર્ટીના મત આપણને નથી મળતા તેથી ઉત્તરપ્રદેશની તમામ ૪૦૩ સીટો પર બીએસપી એકલા હાથે ચૂંટણી લડશે.
તેમણે કાશીરામને યાદ કરતા કહ્યું કે, કાશીરામના પ્રયાસોથી બાબા સાહેબનું મિશન આગળ વધ્યું, કાશીરામ પોતાના જીવનકાળમાં હંમેશા સંઘર્ષ કરતા રહ્યાં, ઉપેક્ષિત વર્ગના લોકોને આગળ વધારવાનું કામ કાશીરામે કર્યું. જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યમાં જાતિવાદી અને મુડીવાદી સરકાર રહેશે ત્યાં સુધી નાના લોકોનું જીવન નહી સુધરશે.

Related posts

Sankashti Chaturthi 2022: આવતીકાલે સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ, જાણો શુભ મુહૂર્ત

aapnugujarat

Baba’s Bulldozer Is Going On In Lucknow On Illegal Construction, Now The House Of Gangster Mutin Of Bahraich Is Grounded

aapnugujarat

ગાઝિયાબાદના પૂજારીએ પૂર્વ રાષ્ટ્રપતિ કલામને જિહાદી કહેતા વિવાદ

editor

Leave a Comment

UA-96247877-1