Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં મેઘરાજાના રિસામણાથી ધરતીપુત્રો ચિંતાતુર

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન બન્યા છે તો ગોહિલવાડમાં ખેડૂતો સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ભાવનગરમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર છે. ખેડૂતોએ ખેતરોમાં વાવણીનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ સારા વરસાદ ન થવાથી પાક બળી જવાની દહેશત ખેડૂતોમાં ઉભી થઈ છે.
ખેડૂતોનું કહેવુ છે કે, આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ખેતરોમાં જે મોલાતો ઉભી છે તેને બચાવવા ખેડૂતો સાથે મોટો પડકાર છે.
કુદરતની સામે કાળા માથાનાં માનવીનું કંઈ ચાલતું નથી ત્યારે જગતનો તાત નિસાસો નાખી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. ભાવનગરમાં વરસાદ ન પડતાં લોકોની સાથે ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચામાં આપી હાજરી

aapnugujarat

અમરેલીમાં રંગરેલીયા મનાવવા નડતા પતિની હત્યા માટે પત્નીએ ત્રણ પ્રેમીને આપી સોપારી

aapnugujarat

પાંદરીવાસીઓ કોરોના ભગાવવા માતાજીના શરણે

editor

Leave a Comment

UA-96247877-1