Aapnu Gujarat
રાષ્ટ્રીય

નાગપુરમાં ભાજપના નેતા પાસે બીફ હતું, તપાસમાં થઇ પૃષ્ટિ

મહારાષ્ટ્રના નાગપુરમાં તાજેતરમાં ભાજપના નેતા સલીમ શાહને બીફ લઈ જવાની આશંકાને કારણે ગોરક્ષકોએ ખરાબ રીતે માર માર્યો હતો. હવે નાગપુરની ફોરેન્સિક લેબોરેટરીએ પુષ્ટિ કરી છે કે ભાજપના નેતા સલીમ શાહ પાસેથી જપ્ત થયેલું મીટ બીફ જ હતું.સલીમ શાહ કાટોલ તાલુકાના ભાજપના લઘુમતી મોરચાનો ભૂતપૂર્વ પ્રભારી હતો. આ મામલો સામે આવ્યા બાદ તેને ભાજપમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. સલીમ શાહ ગત બાર વર્ષથી ભાજપ સાથે જોડાયેલો હતો. ભાજપના જિલ્લાધ્યક્ષ રાજીવ પોટદારે કહ્યું કે, તેને બરતરફીની જાણકારી આપતો પત્ર મોકલી દેવાયો છે. મહત્વપૂર્ણ છે કે બુધવારે સલીમ શાહના સ્કૂટરમાંથી પંદર કિલોગ્રામ બીફ ગોરક્ષકોએ ઝડપી પાડ્યું હતું. આ મામલે તેને માર મારવામાં આવ્યો હતો.ગૌરક્ષકોની ફરિયાદ પર પોલીસે સલીમ શાહ સામે કેસ દાખલ કર્યો હતો અને ક્રોસ એફઆઈઆરમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. આ હુમલામાં એખ આરોપી અપક્ષ ધારાસભ્ય બચ્ચૂ કાડૂ દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાનો તાલુકા કક્ષાનો પદાધિકારી હોવાનું પણ કહેવામાં આવે છે.

Related posts

પ્રદૂષણના કારણે દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ

aapnugujarat

अयोध्या केस के फैसले का भागवत ने किया स्वागत

aapnugujarat

धीरे-धीरे J&K में हालात सामान्य हो रहे हैं जल्द टेलिफोन लाइन बहाल की जाएगी : मुख्य सचिव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1