Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રદૂષણના કારણે દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણના સ્તરને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુપ્રીમ કોર્ટે આની ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમનું કહેવું છે કે, દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી અને હરિયાણા સરકારને નોટિસ જારી કરીને જવાબની માંગ કરી છે. એટલું જ નહીં કોર્ટે સરકારોને પ્રદૂષણને ગંભીર સમસ્યા ગણાવીને તેનો ઉકેલ લાવવા માટે કેટલાક સૂચન પણ કર્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, પ્રદૂષણના કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ છે અને આનો નિકાલ લાવવાની બાબત જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પાટનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખુબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. રાજ્ય સરકારોને પ્રદૂષણને ઘટાડવા માટે કયા પગલા લેવાઈ રહ્યા છે તે અંગે માહિતી આપવી પડશે. કોર્ટે પ્રદૂષણને રોકવા માટે રાજ્ય સરકારોને હવાને શુદ્ધ કરવા માટે ઉપાયની સાથે સાથે ઇ-રિક્ષા જેવા ઉપાયને વધારવા માટેન પણ સલાહ આપી છે. દેશના પાટનગર દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણ પર અંકુશ મુકવા માટે તરત પગલા લેવાની માંગણી કરીને અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે જેના ઉપર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં ઓડઇવન યોજનાને અસરકારકરીતે લાગૂ કરવાના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. વાયુ પ્રદૂષણથી બહાર નિકળવા માટે ઓડ ઇવનની સ્કીમ લાગૂ કરવાને લઇને સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલ ન પહોંચતા એનજીટીએ ફટકાર પણ લગાવી હતી.

 

Related posts

Ruling NDA in Bihar is intact, will contest assembly polls together : Nadda

editor

भारी बारिश से ओडिशा में बाढ़ जैसे हालात

aapnugujarat

कार्यकर्ता के तौर पर भाजपा को मजबूत करुंगा : जे पी नड्डा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1