Aapnu Gujarat
રમતગમત

દ્રવિડ-ઝહિર મજાકનું પાત્ર બની ગયા છે : રામચંદ્ર ગુહા

છેલ્લાં ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કોચની પસંદગી પ્રક્રિયાને લઈને ઘણી ચર્ચા અને વિવાદ ચાલી રહ્યા છે અને તેમાં સલાહકાર તરીકે રાખવામાં આવેલા બે દિગ્ગજ ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને ઝહિર ખાન મજાકનો વિષય બની ગયા છે તેમ જાણીતા ઈતિહાસકાર અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટિવ કમિટી (સીઓએ)ના ભૂતપૂર્વ સભ્ય રામચંદ્ર ગુહાનું કહેવું છે.સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ તાજેતરમાં જ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી કરી હતી જ્યારે દિગ્ગજ બેટ્‌સમેન રાહુલ દ્રવિડને બેટિંગ સલાહકાર અને ઝહિર ખાનને બોલિંગ સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. આ બંને ભૂતપૂર્વ ક્રિકેટર વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં રહેશે તેમ કહેવામાં આવી રહ્યું હતું.જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે આ બંને દિગ્ગજોની ભૂમિકા અંગેનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. જેને લઈને ગુહાએ કહ્યું હતું કે દ્રવિડ અને ઝહિર જાહેરમાં મજાકનું પાત્ર બની ગયા છે.  ગુહાએ ટિ્‌વટર પર લખ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય કોચ અનીલ કુંબલે સાથે જ રીતે શરમજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો તેવો જ વ્યવહાર ઝહિર ખાન અને રાહુલ દ્રવિડ સાથે કરવામાં આવી રહ્યો છે.
કુંબલે, દ્રવિડ અને ઝહિર ક્રિકેટના મહાન ખેલાડીઓ છે જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમને મજાકનું પાત્ર બનાવવું અયોગ્ય છે.ઉલ્લેખનીય છે તે થોડા સમય પહેલા જ ગુહાએ અંગત કારણોસર વહિવટકર્તાઓની સમિતિમાંથી રાજીનામુ આપી દીધું હતું. જોકે, બાદમાં તેમણે બોર્ડને પત્ર લખીને ભારતીય ક્રિકેટના ’સુપરસ્ટાર કલ્ચર’ની આકરી ઝાટકણી કાઢી હતી અને ભૂતપૂર્વ ક્રિકેટર્સના હિતોના ટકરાવને લઈને સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમણે કોચની પસંદગીમાં સુકાની વિરાટ કોહલીની દરમિયાનગીરી સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

Related posts

ત્રીજી ટ્‌વેન્ટી : આફ્રિકા પર ભારતની ૭ રને રોચક જીત

aapnugujarat

इंग्लैंड के खिलाफ कोहली और इशांत शर्मा की टीम में होगी वापसी

editor

पाकिस्तानी टीम के स्पिन गेंदबाजी सलाहकार बने मुश्ताक अहमद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1