Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે સપા બે કેમ્પમાં વિભાજીત : હેવાલ

સમાજવાદી પાર્ટી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને વિભાજિત દેખાઈ રહી છે. મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવના નેતૃત્વમાં બે જુદા જુદા કેમ્પ ચૂંટણીને લઇને વિભાજિત છે. ક્રોસ વોટિંગની શક્યતા પણ દેખાઈ રહી છે. અલબત્ત પાર્ટીમાં વિભાજનની સ્થિતિ ચૂંટણી પરિણામો પર કોઇ અસર કરશે નહીં. પારિવારિક વિખવાદની સ્થિતિ વધુ જટિલ બનેલી છે. નામ જાહેર નહીં કરવાની શરતે સપાના એક નેતાએ માહિતી આપતા કહ્યું હતું કે, પારિવારિક વિવાદ હજુ પણ જારી છે. રાષ્ટ્રપતિના ઉમેદવારના મુદ્દા પર પણ સમાજવાદી પાર્ટીમાં મતભેદ છે. એનડીએના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદ અને યુપીએના ઉમેદવાર મીરાકુમારને લઇને સપા વિભાજત છે. મુલાયમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. મોદીના સન્માનમાં ૨૦મી જૂનના દિવસે આ ડિનરનું આયોજન કરાયું હતું.

Related posts

કેન્દ્ર સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને મોટી ભેટ આપી

aapnugujarat

મોદીના નેતૃત્વમાં દેશ દુશ્મનોને જવાબ આપવા સક્ષમ : ફડણવીસ

aapnugujarat

No need for night curfew in K’taka : CM Yediyurappa

editor

Leave a Comment

UA-96247877-1