Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીના નેતૃત્વમાં દેશ દુશ્મનોને જવાબ આપવા સક્ષમ : ફડણવીસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશ દુશ્મનોને યોગ્ય જવાબ આપી રહ્યો છે અને દેશની એક મજબૂત દેશ તરીકેની છબી ઊભરી આવી છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
૨૭મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા પકડાયેલા હવાઇ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પહેલી માર્ચે બિનશરતી રીતે મુક્ત કરાવવામાં દેશ દ્વારા યોગ્ય કુશળતાની ખાતરી કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામા હુમલાનો જવાબ આપવા માટે કરવામાં આવેલી કાર્યવાહી એ દેશ નબળું નથી, પરંતુ મજબૂત છે તેના ઉદાહરણ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં પરિવર્તન થયા હોવાનો આપણને અનુભવ થઇ રહ્યો છે, એમ ફડણવીસે સાતારામાં યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું.
‘હાલમાં સંપૂર્ણ વિશ્ર્‌વ આપણી સાથે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા સારા સંબંધો અને તેમના દબાણને કારણે વિંગ કમાન્ડર અભિનંદન પાછા આપણી સાથે છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Related posts

ગુડગાંવ દેશમાં સૌથી પ્રદૂષિત શહેર

aapnugujarat

રાજસ્થાનમાં ૫૦ ટકા ઘરોમાં શૌચાલય જ નથી : રિપોર્ટ

editor

लद्दाख में रक्षा मंत्री बोले – भारत की एक इंच ज़मीन भी कोई नहीं ले सकता

editor

Leave a Comment

UA-96247877-1