Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં ૫૦ ટકા ઘરોમાં શૌચાલય જ નથી : રિપોર્ટ

પ્રધાન મંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત યોજના દરમિયાન ૨૦૧૮માં રાજસ્થાનમાં બનેલા મકાનોમાં પચાસ ટકા ઘરોમાં શૌચાલય જ નથી. રાષ્ટ્રીય ઓડિટર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના રિપોર્ટમાં આ વાત જાહેર થઇ હતી. આ રિપોર્ટમાં જણાવાયા મિુજબ રાજસ્થાનના સાત જિલ્લામાં ચેકપ કરાયું હતું. બારાં, બીકાનેર, ભરતપુર, દૌસા, જોધપુર, ટોંક અને ઉદયપુરની ૫૯ ગ્રામ પંચાયતો દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૯૦ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. ૨૯૦ ઘરોમાં શૌચાલય નહોતાં. આમ છતાં રાજસ્થાન રાજ્યને ૨૦૧૮માં ખુલ્લામાં જાજરૂ કરવાની ગંદી પરંપરાથી મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું.
કેગના રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ ૫૯૦ ઘરોમાંથી ૩૫૮ ઘરોમાં અર્થાત્‌ ૬૦ ટકા ઘરોમાં વીજળી નહોતી. એજ રીતે ૫૯૦માંથી આશરે ૧૯૧ ઘરોમાં એટલે કે લગભગ ૩૩ ટકા ઘરોમાં એલપીજી ગેસની વ્યવસ્થા નહોતી.
૫૯૦માંથી માત્ર ૨૬ ઘરોમાં પાઇપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ૭૩ ઘરોમાં હજુ પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા નહોતી. ૫૯૦ ઘરોમાં માત્ર ૩૯૧ ઘરો પાક્કાં બાંધકામવાળાં હતાં. બાકીના ઘરોમાં પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી જેમને ફાળવ્યા હતા એ લોકો હજુ રહેવા માટે આવ્યા નહોતા.
એનો અર્થ એ થયો કે પ્રધાન મંત્રી આવાસ યોજનાના નામે ત્યારના શાસક (ભાજપ) પક્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો એમાંથી ઘણાં નાણાં ખવાઇ ગયાં હશે. સીએજીના રિપોર્ટમાં હજુ તો માત્ર સાત જિલ્લાના ઘરોની ગણના થઇ ઙતી. સમગ્ર રાજ્યમાં કેટલું મોટું કૌભાંડ થયું હશે એની માત્ર કલ્પના કરવાની હતી.

Related posts

છત્તીસગઢમાં ૧૮ નક્સલીઓને ઠાર કરવાનો પોલીસનો દાવો

aapnugujarat

યુપીની હાર માટે રાજ બબ્બર જવાબદાર છે : પ્રિયંકા ગાંધી

aapnugujarat

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો, દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી જશે

editor

Leave a Comment

UA-96247877-1