Aapnu Gujarat
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં ૧૮ નક્સલીઓને ઠાર કરવાનો પોલીસનો દાવો

છત્તીસગઢ પોલીસે દાવો કર્યો છે કે છેલ્લા મહિનામાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં થયેલી ભીષણ અથડામણમાં ૧૮ નક્સલવાદીઓ ઠાર થયા હતા. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે ગયા મહિનામાં મોટા પાયે ઓપરેશન નક્સલવાદીઓ સામે હાથ ધરવામાં આવ્યુ હતુ. ગયા મહિનામાં ૨૩ અને ૨૫મી તારીખ વચ્ચે સુકમા જિલ્લામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ઓપરેશનમાં સીઆરપીએફ, જિલ્લા બળ અને એસસીએફની સંયુક્ત ટીમ જોડાઇ હતી. સકમાના પોલીસ અધિકારી અભિષેક મીણાએ કહ્યુ છે કે આ અભિયાન દરમિયાન જિલ્લાના ચિતાગુફા પોલીસ સ્ટેશન હેઠળના ટોંડામરાકા ગામ નજીક અથડામણ થઇ હતી. આ અથડામણ બાદ એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે પોલીસે આ અથડામણમાં ૧૮ નક્સલી ઠાર થયા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે આ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ ચારેબાજુથી ઘેરાઇ ગયા હતા. આ ઘટનામાં ડીઆરજીના ત્રણ જવાન શહીદ થયા હતા. અન્ય છ જવાનો ઘાયલ પણ થયા હતા.
પોલીસને માહિતી મળી છે કે અથડામણમાં ૧૪ માઓવાદીઓ ઠાર થયા હતા. બીજી બાજુ ચાર નક્સલવાદીઓ ગંભીરરીતે ઘાયલ થયા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જોકે સુરક્ષાના કારણોસર નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી. નક્સલવાદીઓ સામે હવે મોટા પાયે ઓપરેશન અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓ શરણાગતિ પણ સ્વીકારી ચુક્યા છે.

Related posts

શિખ રમખાણ : સજ્જનની સામે ૩ કેસોમાં હજુ તપાસ

aapnugujarat

મહેબુબા મુફ્તી પર ભડકી જમ્મુ કાશ્મીરની પોલીસ

aapnugujarat

કોંગ્રસની ચોથી યાદી જાહેર, તિરુવનંતપુરમથી થરૂર ત્રીજી વાર રિપીટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1