Aapnu Gujarat
Uncategorized

મંદાના કરીમીએ પતિ ગૌરવ પર મારપીટનો આરોપ લગાવ્યો

મંદાના કરીમી અને તેના પતિ ગૌરવ ગુપ્તા વચ્ચે લગ્નના ત્રણ વર્ષ બાદ જોરદાર ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. મારામારી અને લડાઇ ઝગડા સતત થઇ રહ્યા હોવાનો આક્ષેપ મંદાના દ્વારા આખરે કરવામાં આવ્યો છે. બિગ બોસ-૯માં સ્પર્ધક તરીકે ભાગ લઇ ચુકેલી અને કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી મંદાના કહ્યુ છે કે ગૌરવના પરિવારના સભ્યો તેના પર ત્રાસ ગુજારી રહ્યા છે. કરીમીએ હવે ગૌરવ અને તેના પરિવારના સભ્યો સામે મારામારીરનો કેસ દાખલ કરી દીધો છે. જો કે મંદાનાએ કહ્યુ છે કે તે ગૌરવન પસંદ કરે છે અન હજુ સુધી છુટાછેડા લેવા માટે અપીલ કરી નથી. ઇરાનિયન મોડલે બે વર્ષ સુધી મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ ગૌરવ સાથે બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્ન કાર્યક્રમમાં તમામ હસ્તીઓને બોલાવવામાં આવી હતી. કરીમીએ કહ્યુ છે કે છેલ્લા સાત મહિનાથી તે ગૌરવના ઘરમાં જવાની મંજુરી મળી રહી નથી. તેને ઘરમાંથી કાઢી મુકી છે. તે હોટેલમાં મિત્રો સાથે રહે છે. જે તેના માટે હવે ખુબ મુશ્કેલ છે. લાઇફમાં ટકી રહેવા માટે તેને હવે પૈસા ક્યાંથી મળશે. તેના પરિવાર અંગે પુછવામાં આવતા મંદાના કરીમીએ કહ્યુ છે કે તેના માતા પિતા ઇરાનમાં રહે છે. તે તેને સતત ટેકો આપી રહ્યા છે. બિગ બોસમાંથી પણ તે કોઇના સંપર્કમાં નથી.
લગ્ન કરતા પહેલા મંદાના કરીમી એકતા કપુરની ફિલ્મ ક્યાં કુલ હે હમ-૩માં નજરે પડી હતી. રોય, ભાગ જોની ભાગ, મે ઓર ચાર્લીમાં પણ તે ચમકી હતી. લગ્ન કરી લીધા બાદ તેના પતિના કહેવા મુજબ તે ફિલ્મમાં કામ કરી રહી ન હતી. તે હજુ પોતાના ઘરે પરત ફરવા માંગે છે. ગૌરવના પરિવારના સભ્યો તેનુ સતત અપમાન કરે છે.

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

aapnugujarat

બે દીપડા કુવામાં ખબકયા

aapnugujarat

નેતા માટે યુ.એન. મહેતામાં જગ્યા છે સામાન્ય નાગરિકો માટે સિવિલમાં પણ નથી

editor

Leave a Comment

UA-96247877-1