Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રસની ચોથી યાદી જાહેર, તિરુવનંતપુરમથી થરૂર ત્રીજી વાર રિપીટ

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં કેરળની ૧૨, ઉત્તર પ્રદેશની સાત, છત્તીસગઢની પાંચ, અરુણાચલ પ્રદેશની બે અને આંદામાન-નિકોબારની એક બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે અરુણાચલના ભૂતપૂર્વ મુખ્યપરધાન નાબાબ ટુકીને અરુણાચલ પશ્ચિમ અને શશિ થરૂરને તિરુવનંતપુરમ બેઠકની ટિકિટ આપી છે. કોગ્રેસે કેરળની કાસરગોડ ખાતેથી રાજમોહન ઉન્નીથયનને, કોઝિકોડ બેઠક પરથી રાઘવનને, પલક્કડ બેઠક પરથી વીકે શ્રીકંટનને, અર્નાકુલમ બેઠક પરથી હિબી ઇડનને, ઇડુક્કી બેઠક પરથી ડીન કુરિયાકોસને, કન્નૂર બેઠક પરથી કે સુધાકરણને ટિકિટ આપવામાં આવી છે. ઉતર પ્રદેશની કૈરાના બેઠક પરથી હરેન્દ્ર મલિકને, બિજનૌર બેઠક પરથી ઇન્દિરા ભાટીને, મેરઠ બેઠક પરથી ઓમપ્રકાશ શર્માને, ગૌતમબુદ્ધ નગરથી અરવિંદ સિંહ ચૌહાણને, અલીગઢ બેઠક પરથી બ્રિજેંદર સિંહને, ઘોસી બેઠક પરથી બાલકૃષ્ણ ચૌહાણને અને હમીરપુર બેઠક પરથી પ્રીતમ લોધીને ટિકિટ આપવામાં આવી છે.આ સિવાય છત્તીસગઢના સરગુજાથી ખેલ સાંઇ સિંહ, રાયગઢથી લાલજીત સિંહ રાઠિયા, જાંજગીર-ચાંપાથી રવિ ભારદ્વાજ, બસ્તરથી દીપક બૈજ અને કાંકેર ખાતેથી બ્રજેશ ઠાકુરને ટિકિટ અપાઇ છે. અરુણાચલના પૂર્વમાંથી જેમ્સ લોવાંગચા વાંગલેટ અને અંદમાન અને નિકોબાર બેઠક પરથી કુલદીવ રાય શર્માને ટિકિટ આપવામાં આવી છે.

Related posts

ED attachs 7.49 lac worth of bank deposits of VVIP choppers deal scam accused Gautam Khaitan’s wife

aapnugujarat

ચેન્નાઈ સુપર અને કેકેઆર વચ્ચે આવતીકાલે રોચક જંગ

aapnugujarat

કમલ હસને મોબાઇલ એપ કરી લોન્ચ, કહ્યું- સીએમ બનવા પણ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1