જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પોતાના સાથીઓની હત્યાથી રાજ્યના પોલીસ જવાનોમાં ભારે ગુસ્સો છે. પોલીસકર્મીઓ આ માટે અલગાવવાદીઓ વિરુદ્ધ સરકારની નરમ નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યાં છે. એક પોલીસ અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે પીડીપી સરકાર જમાત એ ઈસ્લામીના સભ્યોની ૨૦૧૪ની ચૂંટણીમાં જીત માટે આભારી છે. આથી સરકાર અલગાવવાદીઓને લઈને નરમ છે. આ જ અલગાવવાદીઓ લોકોને પોલીસ વિરુદ્ધ ભડકાવે છે.નોંધનીય છે કે સેનાની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ રહેલા લશ્કર એ તૈયબાના કમાન્ડર જુનૈદ મટ્ટુના અંતિમ સંસ્કારમાં શનિવારે સેંકડો લોકો પાકિસ્તાનનો ઝંડો લઈને સામેલ થયા હતાં.
મટ્ટુ તેના બે સાથીઓ સાથે કુલગામ જિલ્લાના અરવાની ગામમાં શુક્રવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. તેને ખુદવાની ગામમાં દફનાવાયો. તેના જનાજામાં સામેલ હથિયારબંધ આતંકીઓએ ઓપન ફાયરિંગ કર્યુ હતું. આ બાજુ મટ્ટુના ગામથી માત્ર ૨૨ કિલોમીટર દૂર પુલવામા જિલ્લાના અવંતીપુરામાં એક ૨૬ વર્ષના એસએચઓ ફિરોઝ ડારના પણ અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતાં.
ફિરોઝ એ ૬ પોલીસકર્મીઓમાંના એક છે જેઓ આતંકી હુમલામાં શહીદ થયા હતાં. અનંતનાગ જિલ્લાના અચબલ વિસ્તારમાં શુક્રવારે લશ્કર એ તૈયબાના આતંકીઓએ ઘાત લગાવીને પોલીસપાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં ૬ પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. પોલીસના જણાવ્યાં મુજબ પોતાના કમાન્ડર મટ્ટુના મોતનો બદલો લેવા માટે તેઓએ પોલીસપાર્ટી પર હુમલો કર્યો. શહીદ ફિરોઝના માતાએ કહ્યું કે ફિરોઝે કોઈ અપરાધ કર્યો નહતો છતાં તેને મારી નખાયો. પોતાના પુત્રના મોત માટે તેમણે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું.
તેમના એક સહયોગીએ કહ્યું કે ફિરોઝે થોડા દિવસો પહેલા પોતાના ઘરવાળાઓને મળવા માટે શોપિયા બોલાવ્યાં હતાં. પરંતુ તેમને હવે ફિરોઝના મોતના અહેવાલ મળ્યાં. પોલીસકર્મીઓના શહીદ થવાથી એક બાજુ જ્યાં શોકની લહેર છે ત્યાં બીજી બાજુ ગુસ્સાની જવાળાઓ પણ ભભૂકી રહી છે. આ ગુસ્સો ઘાટીમાં આતંકવાદની લડાઈમાં ‘સંયમથી કામ લેવાના’ પ્રશાસનિક આદેશ મુદ્દે છે.
એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે મહેબુબા સરકારે પોલીસને નિર્દેશ આપ્યાં છે કે આતંકવાદીઓ સાથે મુકાબલો કરતી વખતે વધુ સંયમથી કામ લો. ગુસ્સે ભરાયેલા પોલીસ અધિકારીએ કહ્યું કે પીડીપી સરકાર જમાત એ ઈસ્લામીના સભ્યોની ૨૦૧૪ની ચૂંટણીમાં જીત બદલ આભારી છે. આથી સરકાર અલગાવવાદીઓ માટે નરમ છે. આ જ અલગાવવાદીઓ પોલીસ વિરુદ્ધ લોકોને ભડકાવે છે.અત્રે જણાવવાનું પોલીસ પ્રશાસને સમગ્ર રાજ્યના પોલીસકર્મીઓનો એક દિવસનો પગાર આ વર્ષનો પગાર આ વર્ષના જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીની આતંકી ઘટનાઓમાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિજનોને આપવાનો ફેસલો કર્યો છે. આ બાજુ ડીજીપી શેષ પોલ વૈદ જો કે પોલીસકર્મીઓ પર હુમલાને આતંકીઓની હતાશા દર્શાવે છે. તેમણે કહ્યું કે પોલીસ એન્ટી ટેરર ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પરંતુ આ હવે લાંબો સમય નહીં ચાલે. અમે જલદી સ્થિતિને કાબુમાં લેવા માટે જરૂરી પગલાં ભરી રહ્યાં છીએ.
પાછલી પોસ્ટ