Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને મોટી ભેટ આપી

કેન્દ્ર સરકારે કર્મચારી ભરતીનાં નિયોમોમાં એક મોટો બદલાવ કરતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને ખુબ મોટી ભેટ આપી છે. સરકારે નિયત સમયની નિમણૂકની સુવિધા તમામ સેક્ટર માટે શરૂ કરી દીધી છે. પહેલા માત્ર કાપડ ઉદ્યોગમાં મળનાર આ સુવિધાના દરવાજા અન્ય ક્ષેત્રો માટે ખુલતા ખુબ જ ફાયદો થશે. સરકારે પોતાના આ પગલાથી દેશમાં ઉદ્યોગની સુગમતા વધારવાનું કામ કર્યું છે સાથે જ કંપનીઓને પણ કર્મચારીઓની ભરતી કરવામાં પણ સરળતા રહેશે. શ્રમ મંત્રાલયે આ બદલાવને લઇ સુચના જાહેર કરી દીધી છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ ફેબ્રુઆરી મહિનામાં બજેટ ભાષણમાં આ બદલાવની ઘોષણા કરી છે.આ સુવિધાનને તમામ ક્ષેત્રોમાં શરૂ કરવાનો સીધો ફાયદો કોન્ટ્રાક્ટ જોબનાં કર્મચારીઓને મળશે. તેના લાગૂ પડ્યા બાદ જે પણ કર્મચારીઓ આ અંતર્ગત ભરતી કરવામાં આવશે.  તેમને નિયમિત કર્મચારી માફક જ સુવિધા મળશે.જેનો મતલબ એ છે કે, જેવી રીતે નિયમિત કર્મચારીઓવે અલગ-અલગ કાયદાઓ અંતર્ગત ઘણા પ્રકારના અધિકાર મળે છે. જેમા યોગ્ય પગાર, નોકરીથી છૂટા થચા પહેલા તેની સુચના આપવી સહિત અન્ય વસ્તુઓ સામેલ છે. આ સુવિધાનાં આવ્યા બાદ તેનો ફાયદો નિયમિત કર્મચારીઓ સાથે કોન્ટ્રાક્ટ જોબ કરનારા લોકોને પણ મળશે.આ સાથે જ શ્રમ મંત્રાલયે કહ્યું છે કે, જે પણ કર્મચારી અસ્થાઇ છે, તેમને નોકરીથી નિકાળતા પહેલા તેની જાણકારી આપવી જરૂરી નથી. તમને જણાવી દઇએ કે, આ પહેલા વર્ષ ૨૦૧૬માં ટેક્સટાઇલ ઉત્પાદન ઉદ્યોગમાં નિશ્ચિત અધિકારીઓનાં રોજગારનો નિયમ લાગૂ કરવામાં આવ્યો હતો.

Related posts

जब तक पाकिस्तान की ओर से आतंकवाद पर कार्रवाई नहीं, तब तक बातचीत नहीं : पीएम मोदी

aapnugujarat

બંગાળનો ઓક્સિજન છીનવી યુપીને અપાઈ રહ્યો છે : મમતા

editor

કરણી સેનાને પાકિસ્તાનમાંથી ધમકી, જો પદ્માવતીની રીલીઝ રોકી તો ૧૯૯૩ની જેમ કરીશું બ્લાસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1