Aapnu Gujarat
બિઝનેસ

૩૧ માર્ચ સુધીમાં એસબીઆઇની નવી ચેકબુક લેવી જરૂરી

ભારતીય સ્ટેટ બેન્કે વધુ એક વખત પોતાની એસોસિએટ્‌સ બેન્કોનાં ગ્રાહકોને યાદ આપાવ્યું છે કે, તેમને આ બેન્કોની ચેક બુક ૩૧ માર્ચ સુધીમાં બદલી લેવાની રહેશે. એસબીઆઇ એ કહ્યું છે કે, ૩૧ માર્ચ સુધીમાં એસોસિએટ્‌સ બેન્કોનાં ગ્રાહકો નવી ચેકબૂક હાંસલ કરી લે. ખરેખર ગત વર્ષે ૫ એસોસિએટ્‌સ બેન્કોનું એસબીઆઇમાં મર્જ કરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૧૭ સ્ટેટ બન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હેદરાબાદ , સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર , સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા , સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્કને એસબીઆઇમાં મર્જ કરવામાં આવી હતી.જો તમારુ એકાઉન્ટ આ બેન્કમાં હોય તો તમારે ૩૧ માર્ચ સુધીમાં તમારે એસબીઆઇની નવી ચેક બુક લેવી જરૂરી છે. તમને જણાવી દઇએ કે, આ કામની તારીખ બેન્ક ત્રણવાર વધારી ચૂકી છે.સૌથી પહેલા એસબીઆઇ એ ૩૦ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. બાદમાં આ સમય સીમાને વધારીને ૩૧ ડિસેમ્બર કરી દેવામાં આવી હતી. જોકે, જોકે, ગ્રાહકોની મુશ્કેલીને જોતા હવે તેને ૩૧ માર્ચ કરી દેવામાં આવી છે. હવે જો તેમે ૩૧ માર્ચ પહેલા પણ નવી ચેક બુક નથી લેતા તો નાણાકીય લેનદેન કરવું મુશ્કેલ બની જશે.

Related posts

કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં

editor

રવિ સિઝનમાં વાવેતરનો આંક ઘટ્યો, માત્ર ૬૪૨.૮૮ લાખ હેક્ટર રહ્યો

aapnugujarat

World Bankने भारतीय कंपनी को भ्रष्ट गतिविधियों के लिए चिह्लित किया

editor

Leave a Comment

UA-96247877-1