Aapnu Gujarat
બિઝનેસ

કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં

લોકડાઉનથી સામાનની હેરફેર પર માઠી અસરની શક્યતા આંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પદનમાં મહદ્‌અંશે ઘટાડો થવાની શક્યતા સીઆઇઆઇએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળી હતી. ક્ધર્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા દેશભરમાં કંપનીઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમા તમામ કંપ્નીઓ પાસેથી તેમના સુચનો અને વિચારો માગવામાં આવ્યા હતા અને મોટાભાગની કંપ્નીના સીઇઓ દ્વારા એવુ સુચન કરવામાં આવ્યુ હતુ કે દેશભરમાં નવેસરથી લોકડાઉન નાખવાને બદલે આકરા નિયમો લાદવા જોઇએ જેથી ધંધા ઉદ્યોગ ચાલતા રહે અને બેકારી ઘાતક બને નહીં.
સીઆઇઆઇએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને ખાળવા માટે કોવિડ કરફયૂ, કોવિડને લગતા નિયમોનું પાલન અને માઇક્રો ક્ધટેઇનમેન્ટની નીતિ કારગત સાબિત થાય એમ છે. સર્વેક્ષણમાં ભાગ લેનાર મોટા ભાગના સીઇઓનો એવો મત છે કે આંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં મહદ્‌અંશે ઘટાડો થવાની શક્યતા છે.
અડધા ઉપરાંતના સીઇઓનો એવો મત હતો કે જો આંશિક લોકડાઉન દરમિયાન એમના મજૂરોને આવવા કે જવા નહીં દેવાય તો એમની કંપ્નીના ઉત્પાદન પર એની અસર થશે. એ જ રીતે ૫૬ ટકા સીઇઓનો એવો મત હતો કે જો સામાનની હેરફેર પર પ્રતિબંધ લાદવામાં આવશે તો એમને ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનું નુકસાન જશે.

Related posts

Arvind Limited signs an MoU with Govt. of Gujarat

aapnugujarat

૧૦ પૈકીની ૭ કંપનીની મૂડી ૭૩૮૭૨ કરોડ રૂપિયા વધી

aapnugujarat

દુનિયાના ટોપ-૨૦ ધનિક લોકોની યાદીમાં ગૌતમ અદાણીની એક્ઝિટ

editor

Leave a Comment

UA-96247877-1