Aapnu Gujarat
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળઃ ફેક ફોટો, વીડિયોથી હિંસા ભડકાવવાનો આરોપ, બીજેપી નેતા અરેસ્ટ

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ફેક ન્યૂઝ ફેલાવવા અને સાંપ્રદાયિક એકતા બગાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી રાજ્યના અપરાધ તપાસ વિભાગ (સીઆઈડી)એ ટિ્‌વટર પર આપી છે. ધરપકડ કરવામાંઆવેલા શખ્સનું નામ તરુણ સેનગુપ્તા છે અને તે સોશિયલ મીડિયા પર પોતાને બીજેપી આસનસોલ જિલ્લાનો આઈટી ઇન્ચાર્જ જણાવે છે. તરુણ પર આરોપ છે કે તેણે સાંપ્રદાયિક તણાવ ભડકાવવા માટે સોશિયલ મીડિયા પર ફેક તસવીર અને વીડિયો પોસ્ટ કર્યો હતો.કોલકાતાની પાસે ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકાવ્યા બાદ રાજ્યમાં કરવામાં આવેલી આ પહેલી તાજેતરની ધરપકડ છે.આ પહેલા ગયા અઠવાડિયે કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે તેઓએ એક શખ્સને ભોજપુરી ફિલ્મમાંથી લેવામાં આવેલી એક તસવીરને ઉત્તરી ૨૪ પરગણા જિલ્લાનું દ્રશ્ય જણાવીને પોસ્ટ કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી.તે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યૂઝર્સ તથા અન્ય ફેક ન્યૂઝનો પર્દાફાશ કરતી વેબસાઇટ્‌સે જાણકારી આપી હતી કે આ તસવીર વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ભોજપુરી ફિલ્મ ઔરત ખિલૌના નહીંનું એક દ્રશ્ય છે.
તે તસવીરની હકિકત બહાર આવ્યા પહેલા પશ્ચિમ બંગાળ સરકારને નિશાન બનાવતા તેને સોશિયલ મીડિયા પર શેર કરનારાઓમાં વિજેતા મલિક પણ સામેલ હતી જે બીજેપીની હરિયાણા એકમની પદાધિકારી છે.આ ઉપરાંત પોલીસે વર્ષ ૨૦૦૨ના ગુજરાત તોફાનોની એક તસવીરને બશીરહાટમાં ફેલાયેલી સાંપ્રદાયિક હિંસાની તસવીર જણાવીને પોસ્ટ કરનારી બીજેપી પ્રવક્તા નુપૂર શર્માની વિરુદ્ધ પણ બિનજમાનતી કેસ નોંધ્યો હતો.પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગયા અઠવાડિયે ઘોષણા કરી હતી કે, ફેક તસવીર અને વીડિયો ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કાયદો પોતાનું કામ કરશે.મૂળે, એક ૧૭ વર્ષીય કિશોર દ્વાર ફેસબુક પર પેયગંબર મોહમ્મદની વિરુદ્ધ એક પોસ્ટ મૂક્યા બાદ મુસ્લિમોના ઉગ્ર થવાના કારણે ઉત્તરી ૨૪ પરગણા જિલ્લાના બદુરિયા અને બશીરહાટ વિસ્તારમાં હિંસા ફેલાઈ હતી. કિશોરની ધરપકડ કરી જેલ મોકલી દેવામાં આવ્યો હતો.પોલીસે અનેક ટિ્‌વટ કરીને લોકોને સાંપ્રદાયિક એકતા બગાડતા અને હિંસા ભડકાવાના ઉદ્દેશ્યથી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ અને પોસ્ટથી પ્રભાવિત નહીં થવાની અપીલ કરી હતી.

Related posts

સરહદ પર સ્ફોટક સ્થિતિ : ભારત અને ચીનના સૈનિક સામ સામે

aapnugujarat

छत्तीसगढ़ मुख्यमंत्री बघेल ने प्रधानमंत्री मोदी से की मुलाकात

aapnugujarat

बंगाल में भाजपा अध्यक्ष नड्डा के काफिले पर पथराव

editor

Leave a Comment

UA-96247877-1