Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ પર સ્ફોટક સ્થિતિ : ભારત અને ચીનના સૈનિક સામ સામે

સિક્કિમમાં ભારત અને ચીન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ છે. બંને દેશોના જવાનો સરહદ ઉપર આમને સામને આવી ગયા છે. સરહદ ઉપર તંગદિલી વધી જતાં મોદી સરકારે પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ભારતના ૧૦૦૦થી વધુ સૈનિકો ચીની સૈનિકોની સામે આવી ગયા છે. સિક્કિમ ક્ષેત્રમાં ભારતીય સરહદની અંદર ચીની સૈનિકો ઘુસી ગયા બાદ તંગદિલી વધી ગઈ છે. ગંભીરતાને આ વાતથી સમજી શકાય છે કે, ભારતના ટોચના લશ્કરી અધિકારીઓ પણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ અધિકારીઓમાં ૧૭મી ડિવિઝનના ડિવિઝનલ જનરલ ઓફિસર કમાન્ડિંગ સામેલ છે. બંને દેશોના સૈનિકો વચ્ચે ધક્કામુક્કીની ઘટના પણ બની છે જેથી સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બંને દેશોના આશરે ૧૦૦૦-૧૦૦૦ સૈનિક આમને સામને છે. બીજી બાજુ સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, ભારતની બાજુએ ભારતીય સેનાના એક જુના બંકરને ચીને દૂર કરી દીધું છે. તેની વિનંતીને સ્વિકારવા ભારતીય સેનાએ ઇન્કાર કર્યા બાદ બુલડોઝરનો ઉપયોગ કરીને સિક્કિમમાં ભારત, ચીન અને ભૂટાનના સ્થળે ભારતીય ચોકીના બંકરને દૂર કરી દેવામાં આવ્યો છે. સિક્કિમમાં ધોકાલા જનરલ વિસ્તારમાં જુનના પ્રથમ સપ્તાહમાં આ બનાવ બન્યો હતો. ભારત ચીન સરહદ ઉપર હજુ પણ વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. સિક્કિમ, ભુટાન તિબેટ સાથે જોડાયેલા ધોકાલા વિસ્તારમાં સૌથી વધારે તંગ સ્થિતિ છે. બંને દેશોના જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. સેનાએ સંઘર્ષને લઇને કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ સુત્રોએ કહ્યું છે કે, ચીની સેનાના જવાનો વિવાદાસ્પદ વિસ્તારમાં માર્ગ નિર્માણના ભારે વજનવાળા વજનની સાથે હાથ ધરાવે છે. ૨૦મી જૂનના દિવસે બંને દેશોના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મિટિંગ થઇ હતી પરંતુ તે ફ્લોપ રહી હતી. સ્થિતિ તંગ છે પરંતુ કાબૂ હેઠળ છે. છેલ્લા ૫૦ વર્ષોમાં લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ ઉપર ગોળીબારની કોઇ ઘટના બની નથી. સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસ સતત થઇ રહ્યા છે. બીજી બાજુ વર્તમાન તંગદિલી માટે ચીને ભારત પર ઘુસણખોરીના આક્ષેપ મુક્યા છે. સાથે સાથે સ્થિતિ ન સુધરે ત્યાં સુધી માન સરોવર યાત્રા બંધ રાખવાની માંગ કરી છે. જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારત ચીન સરહદ આવેલી છે. અરુણાચલમાં દલાઈ લામાની યાત્રાથી પણ બેજિંગ લાલઘૂમ થયું હતું. કૈલાશ માનસરોવર શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી નાથુલા સરહદથી પરત ફરી છે. કારણ કે ભારત ચીન વચ્ચે મડાગાંઠ અકબંધ રહી છે. ત્રણ દિવસ સુધી નાથુલા ખાતે રોકાયા બાદ ૨૩મી જૂનના દિવસે આ શ્રદ્ધાળુઓ ગંગટોકમાં પરત ફર્યા હતા. કારણ કે ચીને મંજુરી આપી ન હતી. પ્રથમ બેચમાં ૫૦ શ્રદ્ધાળુઓ હતા. બીજી શ્રદ્ધાળુઓની ટુકડી ગંગટોકથી આગળ વધી નથી. કારણ કે શ્રદ્ધાળુઓને ઘરે જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. નાથુલા મારફતે કૈલાશ માનસરોવર યાત્રા જારી રહે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. માનસરોવર માટે સિક્કિમ રુટ ૨૦૧૫માં ખોલી દેવામાં આવ્યો હતો. ૫૦ શ્રદ્ધાળુઓની બનેલી ત્રીજી બેચ માટે વિઝા હજુ આપવામાં આવ્યા નથી. આ વર્ષે નાથુલા મારફતે ૮થી ૧૦ બેચ કૈલાશ માનસરોવર યાત્રા જનાર હતી. કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ મહર્ષિએ કહ્યું છે કે, તેમની પાસે ચીનના વિઝા હોવા છતાં ચીન દ્વારા ૧૦૦ શ્રદ્ધાળુઓને પરત મોકલી દેવાયા છે.

Related posts

અમારે શું ખાવું તે દિલ્હી-નાગપુરથી શીખવાની જરૂર નથી : કેરળ સીએમ પિનારાયી વિજયન

aapnugujarat

કોંગ્રેસનાં ડીએનએમાં જ જૂઠાણું રહેલું છે : યોગી આદિત્યનાથ

aapnugujarat

છેલ્લાં ૧૩ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1