Aapnu Gujarat
રાષ્ટ્રીય

પહેલી જુલાઈથી આધાર-પેન લિંકને ફરજિયાત કરી દેવાશે

સરકારે પહેલી જુલાઇના દિવસથી આદાર નંબરને પેન સાથે જોડી દેવાની બાબતને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા પહેલી જુલાઇના દિવસથી અમલી કરવામાં આવનાર છે. ઇન્કમ ટેક્સ નિયમોમાં સુધારા અને ત્યારબાદ આને નોટીફાય કરવામાં આવ્યા બાદ સરકારે કેટલીક મહત્વની વાત કરી છે. પેનની અરજીના સમય પર ૧૨ આંકડાના આધાર અથવા તો નોંધણી નંબર સાથે જોડવા માટે સુચના આપી છે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વર્ષ ૨૦૧૭-૧૮ માટે ફાયનાન્સ બિલમાં ટેક્સની દરખાસ્તમાં સુધારા મારફતે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધારને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.
એક કરતા વધારે પેન કાર્ડના ઉપયોગ મારફતે ટેક્સ ચોરીને રોકવા આધાર સાથે પેનને જોડી દેવા માટે કહેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી અમલી બને તે રીતે વ્યક્તિગતના પેન સાથે આધાર નંબરને લિંક કરવાની બાબતને ફરજિયાત બનાવી દીધી છે. રેવેન્યુ વિભાગે કહ્યું છે કે, પહેલી જુલાઈ ૨૦૧૭ સુધી જે લોકોને પેનની ફાળવણી કરવામાં આવી છે તે લોકોને આધાર નંબર સાથે જોડી દેવાની જરૂર રહેશે. કલમ ૧૩૯ એએની પેટા કલમ ૨ની જોગવાઈ મુજબ આગળ વધવું પડશે. બીજા કેટલાક નિયમો પણ લાગૂ કરી દેવામાં આવ્યા છે. ૨.૦૭ કરોડ કરદાતાઓ પહેલાથી જ પેન સાથે તેમના આધારને લિંક કરી ચુક્યા છે. દેશભરમાં ૨૫ કરોડ પેન કાર્ડ ધારકો છે જ્યારે ૧૧૧ કરોડ લોકોને આધાર નંબર જારી કરવામાં આવી ચુક્યા છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આઈટીઆર દાખલ કરવા અને પેનની ફાળવણી માટે આધાર ફરજિયાત કરવાની જોગવાઈ કરતી આઈટી એક્ટની બંધારણીય કાયદેસરતાને યોગ્ય ઠેરવી હતી પરંતુ રાઇટ ટુ પ્રાઇવેસીના મુદ્દા ઉપર બંધારણીય બેંચ કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેના અમલીકરણ ઉપર આંશિક સ્ટે મુક્યો હતો.

Related posts

सफल नोटबंदी से रेवेन्यु में होगा इजाफा : विश्व बैंक

aapnugujarat

उत्तर भारत में शीत लहर

aapnugujarat

મોદી પર ક્રૂર ન્યુ ઇન્ડિયાનો આક્ષેપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1