Aapnu Gujarat
બિઝનેસ

કેલેન્ડર વર્ષમાં સેંસેક્સમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો

આ કેલેન્ડર વર્ષમાં શેરબજારમાં સંતોષજનક સ્થિતી રહી છે. સેંસેક્સમાં આ કેલેન્ડર વર્ષમાં ૧૬ ટકાનો વધારો થયો છે. કેટલાક સેક્ટરોની સ્થિતી તો ખુબ મજબુત રહી છે. આ ગાળા દરમિયાન કેટલાક સેક્ટરમાં સેંસેક્સ કરતા વધારે સારી સ્થિતી રહી છે. રિયાલિટી, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ, બેકિંગ અને ફાયનાન્સ સેક્ટકરમાં જોરદાર તેજી રહી છે. જ્યારે આઇટી અને હેલ્થ ઇન્ડક્સમાં નિરાશાજનક સ્થિતી જોવા મળી છે. રિયાલિટી સેક્ટરમાં મંદી અને લિક્વિડિટી કટોકટી છતાં બીએસઇ રિયાલિટી ઇન્ડેક્સમાં વર્ષ ૨૦૧૭માં ૬૦ ટકા સુધીનો ઉછાળો રહ્યો છે. આની સાથે જ આ વર્ષ માટ સૌથી મોટો સેક્ટરલ સુધારો રહ્યો છે. બીએસઇ રિયાલિટી ઇન્ડેક્સમાં ઉલ્લેખનીય તેજી રહી છે. મોદી સરકાર દ્વારા પોષાય તેવા આવાસની યોજના શરૂ કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર થઇ છે. ઇન્ડિયા બુલ્સમાં સૌથી વધુ રેકોર્ડ ઉછાળો રહ્યો છે. તેમાં ૧૮૭ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. આવી જ રીતે ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ અને સોભામાં પણ ૫૦ ટકાથી વધારેનો ઉછાળો રહ્યો છે. કન્ઝ્‌યુમર ડ્યુરેબલમાં પણ નવી આશા રહી છે. તેમાં ૪૦ ટકાથી વધારેનો વધારો થયો છે. જીએઓસટીને લઇને આશા દેખાઇ રહી છે. બેકિંગ અને ફાયનાન્સિયલ સેક્ટરમાં પણ સ્થિતી મજબુત દેખાઇ રહી છે. બીએસઇ બેન્કેક્સમાં ૨૫ ટકા અને ફાયનાન્સમાં ૩૦ ટકા સુધીનો સુધારો થયો છે. આ વર્ષે આઇટી ઇન્ડેક્સમાં હાલત કફોડી રહી છે. તેમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો છે. એચ-૧બી વીઝાને લઇને ચિંતા વચ્ચે આ ઘટાડો થયો છે. આ વર્ષે હેલ્થ કેરમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં કારોબારીઓમાં આજે દિવસ દરમિયાન રિયાલીટી સેક્ટરમાં નોંધાયેલા ઉછાળાની ચર્ચાઓ જોવા મળી હતી.

Related posts

ફિચે ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી દર સાત ટકાથી ઘટાડી ૬.૮ ટકા કર્યો

aapnugujarat

रिलायंस इंडस्ट्री बना दुनिया का दूसरा सबसे बड़ा ब्रांड

editor

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૫૪,૫૩૯ કરોડ ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1