Aapnu Gujarat
બિઝનેસ

ફિચે ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી દર સાત ટકાથી ઘટાડી ૬.૮ ટકા કર્યો

રેટિંગ એજન્સી ફિચે અગામી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ૭ ટકાથી ઘટાડીને ૬.૮ ટકા કરી દીધું છે. દેશની અર્થવ્યવસ્થાની ગતિ આશા પ્રમાણે ન રહેવાને કારણે ફિચે આમ કર્યું છે. ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે પણ દેશના ગ્રોથનું અનુમાન ઘટાડીને ૭.૨ ટકા કરવામાં આવ્યું છે. ગત વર્ષે ૭.૮ ટકાની આશા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ ગ્લોબલ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ભારતની જીડીપી ૭.૧ ટકાના દરથી વધશે. ગત વર્ષે તેનું અનુમાન ૭.૩ ટકાનું હતું.
ફિચનું કહેવું છે કે આરબીઆઈએ ફેબ્રુઆરીની મોનિટરી પોલિસીની સમીક્ષાની મિટિંગમાં ઉદાર વલણ અપનાવતા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે આટલો જ ઘટાડો બીજો કરવામાં આવી શકે છે. ફિચના જણાવ્યા પ્રમાણે, મોંઘવારી દર નક્કી લક્ષ્યથી નીચે રહેવાને કારણે આરબીઆઈ આ નિર્ણય લઈ શકે છે.
ફિચ અનુસાર, અમેરિકી ડોલરના મુકાબલે રુપિયો ડિસેમ્બર ૨૦૧૯ સુધી ૭૨ જ્યારે ૨૦૨૦ સુધી ૭૩ ના સ્તર પર જઈ શકે છે, જે ડિસેમ્બર અંત સુધીમાં ૬૯.૮૨ના સ્તર પર હતો. ફિચે કહ્યું કે નાણાકીય અને મૌદ્રિક નીતિઓ વૃદ્ધિ દરને વધારનારી છે અને આરબીઆઈએ પણ ગત મહીને મૌદ્રિક સમીક્ષામાં બેસ રેટ ૦.૨૫ ટકા ઘટાડી દીધો છે. ફિચે કહ્યું કે, અમે પોતાના રેટ આઉટરેટને બદલ્યો છે.

Related posts

ભારતમાં ટિકટોકને મુકેશ અંબાણી ખરીદે તેવી ચર્ચાએ જોર પકડ્યું

editor

શ્રધ્ધા પેટ્રોલિયમ (બોડકદેવ) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરાઈ

aapnugujarat

આરબીઆઈએ ૬૦ જાયન્ટ કંપનીઓ માટે નક્કી કરી બેંક લોનની નવી લિમિટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1