Aapnu Gujarat
રાષ્ટ્રીય

દારૂના નશામાં પિતા બન્યો રાક્ષસ : સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ

દિલ્હીના પંજાબી ગાર્ડન વિસ્તારમાં એક નરાધમ પિતાની ગંદી કરતૂતો પરથી તાજેતરમાં પરદો ઉઠ્યો છે. પિતા દારૂના નશામાં પોતાની સાત વર્ષની દીકરીને અવાર-નવાર પોતાની હવસનો શિકાર બનાવતા હતા. આટલું જ નહીં નશો કરવાની આદત અને રૂપિયા કમાવા માટે પોતાની ફૂલ જેવી દીકરીને પોતાના મિત્રો સામે પિરસતો હતો. પોતાની સાથે થઈ રહેલા દુષ્કર્મ વિશે જ્યારે બાળકીએ પોતાના ટ્યૂશન ટીચરને આ બાબતે જણાવ્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા પરિવાર સાથે પંજાબી ગાર્ડન વિસ્તારમાં રહે છે. પીડિતાની માતા પિયરમાં રહીને પોતાની બીમારીની સારવાર કરાવી રહી હતી. માતા પિયરમાં હોવાથી તે પિતા સાથે ઘરમાં એકલી જ રહેતી હતી. પીડિતા બીજા ધોરણમાં ભણે છે અને પિતા રીક્ષા ચલાવે છે. થોડા દિવસ અગાઉ પીડિતા ટ્યૂશનમાં ગઈ અને ત્યાં તેને ગુપ્તાંગોમાં દુઃખાવો થતો હતો.
ટ્યૂશન ટીચરે આ અંગે તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેના પિતા દરરોજ રાત્રે દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવે છે અને તેના પર દુષ્કર્મ આચરે છે. પિતાના બે મિત્રોએ પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું. આ અંગે જાણ થતા જ ટીચરે એક સંસ્થાની મદદ લઈને આ મામલો પોલીસ સુધી પહોંચાડ્યો. બાળકીની મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેનું નિવેદન પણ લેવામાં આવ્યું જેના આધારે પોલીસે તેના પિતા અને તેમના બંને મિત્રોની ધરપકડ કરી લીધી છે.

Related posts

શું ભાજપ મને પણ એક ગાય આપશે : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

વડાપ્રધાને પ.બંગાળની ૭૮૦૦ કરોડની પરિયોજના ખુલ્લી મૂકી

aapnugujarat

માયાવતીની લોકસભા ચૂંટણી ન લડવાની ઘોષણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1