Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પવાર, માયાવતીનું ચૂંટણી નહીં લડવું મોદીના વિજયનો સંકેત : શિવસેના

એનસીપીના પ્રમુખ શરદ પવાર અને બસપાના અધ્યક્ષ માયાવતીનું લોકસભાની ચૂંટણીમાં નહીં લડવાનો નિર્ણય એનડીએના સ્પષ્ટ વિજયનો સંકેત છે. તેમ કહીને શિવસેના પાર્ટીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી ગઠબંધનની રમત ખરાબ કરી દેશે કારણ કે કૉંગ્રેસ અને માયાવતીનું વોટ બેન્ક એક જ છે. એનડીએના ઘટક જૂથ શિવેસેનાએ પોતાના મુખપત્ર ’સામના’માં જણાવ્યું હતું કે પવાર અને માયાવતીનો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય એ વાતનો સંકેત છે કે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાનપદે રહેશે અને તેમના વિજયનો માર્ગ સાફ છે.
લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શરદ પવાર સાથે માયાવતીએ પણ લોકસભા ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે તેઓ વડાપ્રધાન પદની દોડથી બહાર છે. માયાવતીનો હવાલો આપતા શિવસેનાએ કહ્યું હતું કે તેઓ દેશભરમાં તેમની પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા ઇચ્છે છે તેથી તેઓએ પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. બસપાની હાજરી માત્ર ઉત્તરપ્રદેશમાં છે અને ચૂંટણી ન લડવાના નિર્ણયનો અર્થ છે કે તે ચૂંટણીથી ભાગી રહી છે. ’સામના’માં દાવો કરાયો છે કે પવારે પણ માઢા લોકસભા બેઠકથી આ રીતે ભાગવાનો રસ્તો અપનાવ્યો.
એનસીપીના વડા પર નિશાન સાધતા શિવસેનાએ કહ્યું કે પવાર સમગ્ર વિપક્ષે એકજૂટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તેમના પરિવાર અને પાર્ટીના સભ્યોને એકજૂટ ન કરી શક્યા. શિવસેનાએ વ્યંગાત્મક રીતે કહ્યું કે રંજીતસિંહ મોહિતે પાટિલનો એનસીપી છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય પવાર માટે મોટો ઝટકો છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અંગે પાર્ટીએ કહ્યું કે ૨૦૦૪માં દલિત અને યાદવોએ મોદી માટે જંગી પ્રમાણમાં મતદાન કર્યું હતું અને માયાવતીનો એક પણ ઉમેદવાર જીત્યો ન હતો. આ ડર તેમને આજે પણ છે.

Related posts

सस्ती इकोनोमी एसी क्लास कोच वाली ट्रेन लाने की तैयारी शुरू

aapnugujarat

મધ્યપ્રદેશ : મોદી અને રાહુલ આજથી પ્રચારનું નેતૃત્વ કરશે

aapnugujarat

શિક્ષણ અને સામાજિક જાગૃતતાને લીધે વસતીમાં ઘટાડો થઈ શકે : જયશંકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1