Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિક્ષણ અને સામાજિક જાગૃતતાને લીધે વસતીમાં ઘટાડો થઈ શકે : જયશંકર

દેશમાં વસતી નિયંત્રણને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ આ મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમણે કહ્યુ કે એજ્યુકેશન અને સોશિયલ અવેરનેસના કારણે ભારતની વસતીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં એક ઈવેન્ટ દરમિયાન વિદેશમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યુ કે ભારતીય વસતીનો વૃદ્ધિદર ઘટવા લાગ્યો છે. આના અમુક કારણ છે, જેમાં શિક્ષણ, સામાજિક જાગૃતતા અને સમૃદ્ધિ સામેલ છે. દેશમાં હવે દરેક પરિવારનો આકાર સમય સાથે નાનો થતો જઈ રહ્યો છે. એસ. જયશંકરે ગુજરાતની આ ઈવેન્ટમાં રવિવારે પોતાની બુક ’ધ ઈન્ડિયા વેઃ સ્ટ્રેટેજીજ ફોર એન અનસર્ટેન વર્લ્ડ’ ને ગુજરાતી ભાષામાં લોન્ચ કરી. આ દરમિયાન તેમણે વસતી સાથે જોડાયેલા અમુક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી અને કહ્યુ કે શિક્ષણ, સામાજિક જાગૃતતા અને સમૃદ્ધિ જેવા કારણોના કારણે ભારતની વસતીમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આઝાદી બાદથી ભારતે પોતાના વસ્તી વિષયક માળખામાં ખૂબ વધારે પરિવર્તન જોયુ છે. દેશનુ વસતી વિષયક માળખુ, વસ્તી વિસ્ફોટ (વસતી ગણતરી ૧૯૫૧) માંથી પણ પસાર થયુ છે. કુલ પ્રજનન દર (ફર્ટિલિટી રેટ)માં પણ ઘટાડો જોવા મળ્યો છે.
જુદા-જુદા મૃત્યુદર સૂચકાંકમાં ઘણો સુધારો થયો છે. જોકે લિવિંગ સ્ટાન્ડર્ડમાં સુધારો કરવો, સ્કિલ અને ટ્રેનિંગ આપવી, રોજગાર પેદા કરવાના મામલે વસ્તી વિષયક લાભ પ્રાપ્ત કરવામાં હજુ ઘણા અવરોધો છે.
યુએન વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્‌સ (ડબલ્યુપીપી) ૨૦૨૨ અનુસાર ભારત ૨૦૨૩ સુધી ૧૪૦ કરોડ વસતીની સાથે ચીનને પાછળ છોડશે અને દુનિયાનો સૌથી વધારે વસતીવાળો દેશ બની જશે. ભારતમાં અત્યારે વિશ્વની વસતીનો ૧૭.૫ ટકા ભાગ વસે છે. ડબલ્યુપીપીનુ એ પણ અનુમાન છે કે ભારતની વસતી ૨૦૩૦ સુધી ૧૫૦ કરોડ અને ૨૦૫૦ સુધી ૧૬૬ કરોડનો આંકડો પાર કરી લેશે.

Related posts

पीएम मोदी ने मंत्रियों से कहा- ९ः३० बजे पहुंच जाए ऑफिस

aapnugujarat

Heavy snowfall in Himachal Pradesh

aapnugujarat

મોદી સરકાર હવે અધિકારીઓના રેકોર્ડ પર ઓનલાઇન નજર રાખશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1