Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી પર ક્રૂર ન્યુ ઇન્ડિયાનો આક્ષેપ

રાજસ્થાનના અલવરમાં ગાય લઇને જઇ રહેલા એક મુસ્લિમ શખ્સને માર મારીને હત્યા કરવાના મામલામાંથી દેશની રાજનીતિમાં ફરીથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.
વિપક્ષી દળોએ આના માટે રાજસ્થાનની ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા છે. બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે, મોદી સરકાર પોતાના શાસનવાળા રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ ઉપર અંકુશ મુકવામાં સફળ સાબિત થઇ રહી નથી. હવે મામલામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા છે. ૩૧ વર્ષીય યુવકની ઘાતકી હત્યા ગૌરક્ષકોની ભીડ દ્વારા કરવામાં આવ્યા બાદ પોલીસની ભૂમિકા ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
રાહુલ ગાંધીએ એક ન્યુઝ રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, રાજ્યની પોલીસ ઉપર પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. રાહુલે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, અલવરમાં પોલીસની ટુકડીઓ મોબ લિંચિંગના શિકાર થયેલા રકબર ખાનને માત્ર છ કિલોમીટરના અંતરે સ્થિત હોસ્પિટલ પહોંચાડવાના ત્રણ કલાક કેમ લગાડ્યા હતા. આ લોકોએ વચ્ચેના ગાળામાં ચા પીવા માટે સમય પણ બગાડ્યો હતો. મોદીના આને ક્રૂર ન્યુ ઇન્ડિયાના મંત્ર તરીકે ગણી શકાય છે જ્યાં માનવતાની જગ્યાએ નફરતે લઇ લીધી છે. લોકોને કચડવામાં આવી રહ્યા છે. તેમને મરવા માટે છોડી દેવામાં આવી રહ્યા છે. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, મોદી સરકાર આ પ્રકારની ઘટનાઓને દેશભરમાં પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, દેશમાં સ્થિતિમાં સુધારો થાય તેમ સરકાર ઇચ્છતી નથી. બીજી બાજુ કોંગ્રેસના આ પ્રકારના આક્ષેપો ઉપર જવાબ આપતા કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલે જવાબ આપતા કહ્યું છે કે, રાજ્ય સરકાર પોતાના સ્તર પર સમાન જરૂરી પગલા લઈ રહી છે. દોષિતોની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
પીયુષ ગોયેલે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, રાહુલ ગાંધી દરેક મામલા ઉપર જંપ લગાવી રહ્યા છે. રાજ્ય સરકારે વિશ્વાસ આપ્યો છે કે, તે કઠોર પગલા લેવા જઈ રહી છે. ચૂંટણી ફાયદા માટે સમાજને નફરતમાં ફેલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નફરતના વેપારી તરીકેની ભૂમિકામાં રાહુલ દેખાઈ રહ્યા છે. આ મામલામાં આગામી દિવસોમાં પણ ખેંચતાણનો દોર જારી રહી શકે છે. મોદીના ક્રૂર ન્યુ ઇન્ડિયાના પ્રહાર બાદ ગોયેલે જવાબમાં રાહુલને નફરતના સોદાગર તરીકે ગણાવીને પ્રતિક્રિયા આપી છે.
ઘટનાસ્થળે રહેલા લોકોના કહેવા મુજબ પોલીસે ઘાયલ થયેલા રકબર ઉર્ફે અકબર ખાનને હોસ્પિટલમાં પહોંચાડવામાં ત્રણ કલાકનો સમય લીધો હતો. જ્યારે ઘટનાસ્થળે મળી આવેલી ગાયોને સૌથી પહેલા ગૌશાળા પહોંચાડવામાં આવી હતી. શુક્રવારના દિવસે ૩૧ વર્ષના રકબર ખાનને ગૌરક્ષકોની ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર આ મામલે જોરદારરીતે ચાલી રહ્યો છે.
ભાજપના અન્ય નેતાઓ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
ગોયેલે કહ્યું છે કે, આ કેસમાં પહેલાથી જ નોંધ લેવામાં આવી ચુકી છે. રમતગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે રાજકીય લાભ માટે ગુનાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવા રાહુલ ગાંધીને સૂચન કર્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા પહેલાથી જ કેસને હાથમાં લઇ તપાસ કરે છે.

Related posts

દિલ્હી સરકારે રોજગાર વધારવા માટે સ્ટાર્ટઅપ્સને સુવિધાઓ આપીને ઘણી યોજનાઓ કરી શરૂ

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં સમસ્યા વ્યાપક નથી : અમિત શાહ

aapnugujarat

જ્મ્મુ કાશ્મીરમાંત્રાસવાદીઓ વિરુદ્ધ ઓપરેશન જારી રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1