Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જ્મ્મુ કાશ્મીરમાંત્રાસવાદીઓ વિરુદ્ધ ઓપરેશન જારી રહેશે

જમ્મુ કાશ્મીરના વિવાદાસ્પદ મામલાઓને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારે મંત્રણાકારની નિમણૂંક કરી દીધી છે પરંતુ બીજા મોરચા ઉપર કઠોરરીતે આગળ પણ વધી રહી છે. આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, વાતચીતનો સિલસિલો જારી રહેશે. સાથે સાથે સુરક્ષા દળો તરફથી ત્રાસવાદીઓનો ખાત્મો કરવા માટેનું ઓપરેશન જારી રહેશે. આ ઉપરાંત આતંકવાદીઓના સમર્થન કરનાર અને એલઓસી ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં હજુ સુધી વ્યાપક ઓપરેશન હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સરકારી સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, બેવડા વલણ સાથે સરકાર આગળ વધી રહી છે. જમ્મુ કાશ્મીરના વાતાવરણમાં આના કારણે સુધારો થયો છે. સમાજમાં ખોટી ધારણાઓને દૂર કરવા અને મંત્રણા માટે ખાસ પ્રતિનિધિની નિમણૂંક કરવાનો મતલબ એ નથી કે સરકાર ત્રાસવાદીઓ સામે હળવું વલણ અપનાવશે. જમ્મુ કાશ્મીરમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે ત્રાસવાદીઓ સામે કઠોર પગલા જારી રહેશે. અલબત્ત હવે સમય આવી ગયો છે કે, ત્રાસવાદીઓ સામે વધુ કઠોર પગલા લેવામાં આવે. સરકારની કઠોર નીતિના પરિણામ સ્વરુપે પ્રદેશની મહેબુબા મુફ્તી સરકારને નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો અલગતાવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા દેખાયા છે. સરકાર હજુ સુધી નરમ વલણની સાથેસાથે કઠોર વલણ અપનાવી રહી છે. ત્રાસવાદીઓ સામે ઠંડીની સિઝનમાં ઓપરેશન ઓલઆઉટ ધીમુ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ વખતે તેમાં ફરીથી તેજી લાવવામાં આવી શકે છે. લોકોમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. સ્થિતિમાં વધુ સુધારો થશે.

Related posts

મોદી સામે પાયાવિહોણા આક્ષેપ કરતા લોકોને જનતા ૨૦૧૯માં પાઠ ભણાવશે : નક્વી

aapnugujarat

અયોધ્યા કેસ : જસ્ટિસ બોબડે પરત, ૨૬મીએ સુનાવણી

aapnugujarat

नक्सलवाद के ‘क्रांति कनेक्शन’ पर शाह का कांग्रेस पर हल्लाबोल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1