કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને કતલના ઉદ્દેશથી પશુઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને કહ્યું કે રાજ્ય સરકાર લોકોને પોતાની પસંદનું ભોજન કરવા માટે તમામ સુવિધાઓ આપશે. કેરળવાસીઓ માટે અમારે દિલ્હી (કેન્દ્ર સરકાર) કે નાગપુર (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડ ક્વાર્ટર)થી શીખ લેવાની કોઈ જરૂર નથી. પિનારાયી વિજયને અલપ્પુઝામાં આયોજિત એક સમારોહ દરમિયાન કહ્યું કે કેરળના રહેવાસીઓને ખાવાની પારંપરિક આદતો છે જે સ્વસ્થ અને પૌષ્ટિક છે, અને તેને કોઈ નહીં બદલી શકે.પ્રતિબંધ પછી રવિવારે રાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસના સ્ટુડન્ટ્સે ‘બીફ ફેસ્ટ’ યોજ્યો હતો, જેમાં આશરે ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અહીં તેમણે, કતલ માટે પશુઓના વેચાણ પણ કેન્દ્ર સરકારે મુકેલા પ્રતિબંધની ચર્ચા પણ કરી હતી. તમિલનાડુમાં બીફ (ગૌમાંસ) ઉપર પ્રતિબંધ નથી.આ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ આઇઆઇટીના પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ યુનિયનનો હિસ્સો છે. એક વિદ્યાર્થી નેતાએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે આ બીજેપી દ્વારા તેના સાંપ્રદાયિક એજન્ડાને થોપવાનો કેસ છે.સરકારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રિવેન્શન ઑફ ક્રૂએલ્ટી ટુ એનિમલ્ટ ઍક્ટ હેઠળ આવેલા નવા નોટિફિકેશનનો કોઇ ઔપચારિક રિસ્પોન્સ આપ્યો નથી. આ ઍક્ટ આખા ભારતમાં લાગુ પડે છે.અઠવાડિયાના અંતે મુખ્યમંત્રી એડાપડી પલાનીસ્વામીએ કહ્યું, “હું આખો આદેશ વાંચ્યા પછી જ પ્રત્યુત્તર આપીશ. હું મીડિયા રિપોટ્ર્સના આધારે મારી પ્રતિક્રિયા ન આપી શકું.”