Aapnu Gujarat
બ્લોગ

દુનિયાભરમાં ફેસબુકના યૂઝર્સનો આંકડો બે અબજ પર પહોંચ્યો

ગ્લોબલ સોશિયલ-નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકના વૈશ્વિક સ્તરે યૂઝર્સનો આંકડો બે અબજ પર પહોંચ્યો છે.
ફેસબુકના સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ માર્ક ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર આ જાણકારી પોસ્ટ કરી છે. એમણે લખ્યું છે કે, આજની સવાર અનુસાર ફેસબુક સમુદાય સત્તાવાર રીતે બે અબજ લોકોનો થયો છે.
ઝુકરબર્ગ હાર્વર્ડ યૂનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે નેટવર્ક ફેસબુકની સ્થાપના કર્યાના ૧૩ વર્ષ બાદ સાઈટે આ સિદ્ધિ હાંસલ કરી છે.ફેસબુક શરૂ કર્યા બાદ ઝુકરબર્ગે હાર્વર્ડમાં ભણવાનું છોડી દીધું હતું. એમનો એ નિર્ણય ખૂબ જાણીતો થયો છે.
ઈન્ટરનેટ સેવાના મહારથી ઝુકરબર્ગે ૨૦૧૨ના ઓક્ટોબરમાં જ્યારે ફેસબુકના યૂઝર્સનો આંકડો એક અબજ પર પહોંચ્યો હતો ત્યારે એવી જાહેરાત કરી હતી કે આવતા પાંચ વર્ષમાં આ આંકડો ડબલ થઈ જશે.ફેસબુક સાઈટને અગાઉ ચેતવણી અપાઈ હતી કે એડવર્ટાઈઝિંગથી થતી આવકમાં ઘટાડો થશે.પરંતુ, ઝુકરબર્ગની મહત્વાકાંક્ષા જરાય ઓછી થઈ નહોતી.ગયા મહિને ફેસબુકે તેની સાઈટ પર કન્ટેન્ટની સંભાળ રાખવા માટે વધુ ૩૦૦૦ લોકોને નોકરીએ રાખ્યા હતા

Related posts

શું ખરેખર ફડણવીસ સરકાર મરાઠાઓને અનામત આપી શકશે કે પછી….!!?

aapnugujarat

પ્રકૃતિના પ્રકોપ માટે તૈયાર રહો

aapnugujarat

ट्रैफिक पेनल्टी के नियम कितने उचित..? सड़क, पानी आदि के लिए दंड क्यों नहीं..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1