Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટીમાં રૂપિયા ૫૦૦૦૦ સુધીની ગિફ્ટ ટેક્સમાંથી મુક્ત

નાણામંત્રાલ્ય દ્વારા આજે કહેવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા તેના કર્મચારીઓને એક વર્ષ દરમિયાન રૂપિયા ૫૦૦૦૦ સુધીની કોઇપણ પ્રકારની ગીફ્ટ જીએસટીની જાળમાંથી મુક્તિ ધરાવે છે. નાણામંત્રાલય દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટર ઉપર આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે, એક વર્ષમાં ૫૦૦૦૦ રૂપિયા સુધીની કિંમતની ગિફ્ટ જે કંપની દ્વારા તેના કર્મચારીઓને આપવામાં આવે છે તે જીએસટીની જાળથી મુક્ત છે. જો કે, ૫૦૦૦૦થી ઉપરની કિંમતની ગિફ્ટને જીએસટીની જાળમાં ગણવામાં આવશે. આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ કારોબારીઓ અને કંપનીઓમાં પણ આજે આની ચર્ચા જોવા મળી હતી. નાણા મંત્રાલયનું કહેવું છે કે, જીએસટી હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં ક્લબ, હેલ્થ અને ફિટનેસ સેન્ટરની મેમ્બરશીપના આઈટીસીને મંજુરી આપવામાં આવી નથી. કંપની દ્વારા ચુકવવામાં આવતા ટેક્સ જે નવી સામગ્રી અથવા તો સર્વિસ માટે ખરીદવામાં આવે છે ત્યારે તેને ઇન્પુટ ટેક્સ તરીકે ગણવામાં આવે છે. જીએસટી વ્યવસ્થા હાલમાં જ ભારતમાં અમલી કરવામાં આવી ચુકી છે. સ્વતંત્રતા બાદ જીએસટીની વ્યવસ્થા અમલી બન્યા બાદ આની દેશભરમાં હાલ ચર્ચા જોવા મળી રહી છે. યુનિફોર્મ ટેક્સ વ્યવસ્થા હેઠળ દેશને લાવવાના ભાગરુપે જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈના દિવસે અમલી બનાવી દેવામાં આવી હતી. કંપની તરફથી કર્મચારીઓને આપવામાં આવતી ગિફ્ટને લઇને હાલમાં ભારે ચર્ચા રહી હતી. આને લઇને દુવિધાભરી સ્થિતિ પ્રવર્તી રહી હતી. આખરે નાણાં મંત્રાલય દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટર ઉપર આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મંત્રાલયનું કહેવું છે કે, કંપનીઓ દ્વારા પણ આ અંગેની વાત કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. જીએસટી વ્યવસ્થા હેઠળ ઘણી ચીજવસ્તુઓ વધુ સસ્તી બની છે.

Related posts

બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર ગણાવ્યા

aapnugujarat

सत्ता में आई कांग्रेस तो आंध्र को विशेष राज्य का दर्जा : राहुल

aapnugujarat

વર્ષ ૨૦૧૫ બાદ મોદી અને નીતીશ એક મંચ પર દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1