Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિલકિસબાનુ : ચાર પોલીસ, બે તબીબોની અરજી ફગાવાઈ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સનસનાટીપૂર્ણ ૨૦૦૨ બિલકિસબાનુ કેસમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા તેમને અપરાધી ઠેરવવાને પડકાર ફેંકીને એક આઈપીએસ ઓફિસર સહિત બે તબીબો અને ચાર પોલીસ જવાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દેવામાં આવી હતી. ચાર પોલીસ અને બે તબીબોની અરજીને ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેમની સામે ક્લીયરકટ પુરાવા રહેલા છે. જસ્ટિસ એસએ બોબડે અને એલ નાગેશ્વરરાવની બનેલી બેંચે તેમની અરજીને ફગાવતા કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે તેમને કોઇપણ કારણ જોયા વગર નિર્દોષ ઠેરવ્યા હતા. તેમની અરજીનો નિકાલ લાવતા બેંચે કહ્યું હતું કે, તમામની સામે ક્લીયરકટ પુરાવા હોવા છતાં આ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા. ગુજરાતમાં હાલ સેવા આપી રહેલા આઈપીએસ ઓફિસર આરએસ ભગોરાને હાઈકોર્ટ દ્વારા ચાર પોલીસ જવાનોની સાથે હાલમાં અપરાધી ઠેરવ્યા હતા. સાથે સાથે તેમને નિર્દોષ ઠેરવવાના ટ્રાયલ કોર્ટના આદેશને ઉથલાવી દીધો હતો. મુંબઈ હાઈકોર્ટે ચોથી મેના દિવસે ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો જેમાં આઈપીએસ ઓફિસર આરએસ ભગોરા અને અન્યોને નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા. મુંબઈ હાઈકોર્ટ બિલકિસબાનુ ગેંગરેપ અને હત્યા કેસમાં ૧૧ લોકોને અપરાધી ઠેરવ્યા હતા. એક પોલીસ જવાન ઇદરીશ અબ્દુલ સૈયદે તેમને અપરાધી ઠેરવવા સામે અપીલ કરી ન હતી. ભગોરા તરફથી ઉપસ્થિત રહેલા વકીલે કહ્યું હતુ ંકે, સંજોગોની જાળમાં તેઓ બિનજરૂરીરીતે ફસાઈ ગયા હતા. આ બનાવમાં તેમની કોઇ ભૂમિકા નથી. જો કે, બેંચે આ મામલામાં જવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યં હતું કે, તેમની દેખરેખ હેઠળ તમામ બાબતો થઇ રહી હોવા છતાં ધ્યાન અપાયું ન હતું. બિલકિસબાનુ તરફથી ઉપસ્થિત રહેલા વકીલ શોભાએ અપરાધીઓની અરજીનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે સાત લોકોને અપરાધી ઠેરવ્યા હતા જેમાં પાંચ પોલીસ જવાનો અને બે તબીબોનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ૩૦મી મેના દિવસે ભગોરાને અપરાધી ઠેરવવા ઉપર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કર્યો હતો. જસ્ટિસ એકે સિપ્રી અને દિપક ગુપ્તાની બનેલી બેંચે કહ્યં હતું કે, આ મામલામાં વહેલીતકે સુનાવણીની કોઇ જરૂર નથી. કારણ કે અપરાધી અધિકારી પહેલાથી જ સજા ગાળી રહ્યા છે. ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ખાસ અદાલતે સનસનાટીપૂર્ણ બિલકિસબાનુ બાળાત્કાર અને હત્યા મામલામાં ૧૧ લોકોને અપરાધી ઠેરવ્યા હતા અને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પોલીસ જવાન અને તબીબ સહિત સાત લોકોને નિર્દોષ છોડ્યા હતા. અપરાધીઓએ ત્યારબાદ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને તેમની સામે આરોપો અને સજાને રદ કરવાની માંગ કરી હતી. સીબીઆઈએ અપરાધી લોકો પૈકીના ત્રણ માટે મૃત્યુ દંડની સજાની માંગ કરી હતી.

Related posts

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસ રવાના

aapnugujarat

रक्षामंत्री स्‍कॉर्पीन सबमरीन INS खांदेरी समेत नौसेना के 3 परियोजनाओं को करेंगे लांच

aapnugujarat

भारतीय रेल ने पहली सौर उर्जा युक्त डेमू ट्रेन लॉन्च की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1