Aapnu Gujarat
ગુજરાત

ભેળસેળનાં કેસમાં ૧૮ વેપારીને જેલ તેમજ દંડની સજા ફટકારાઈ

સમાજમાં વેપારીઓ અને ભેળસેળીયા તત્વો દ્વારા પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓની ખાદ્યપદાર્થોમાં ભેળસેળ વધતી જાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટ નંબર-૮ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદા જારી કરવામાં આવ્યા છે. જેમાં કોર્ટે ભેળસેળના ગુનામાં બીજીવાર પકડાયેલા બે આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦-૩૦ હજાર દંડ ફટકાર્યો છે. જે પૈકી એક આરોપી વેપારીને તેની વિરૂધ્ધના બે અલગ-અલગ કેસમાં ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ ફટકારી છે, જેના પરિણામે આ આરોપી વેપારીને કુલ છ વર્ષની સજા ભોગવવાની થશે. જયારે ભેળસેળના કેસમાં અન્ય ચાર વેપારીઓને કોર્ટે છ-છ મહિનાની સખત કેદની સજા અને એક લાખ રૂપિયા દંડ ફટાકર્યો છે. જયારે ૧૨ આરોપીઓને કોર્ટે છ-છ મહિનાની સખત કેદની સજા અને રૂ.૧૦-૧૦ હજાર દંડ ફટકારતો મહત્વના હુકમો કર્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં મેંગો મીલ્ક શેક, ઘી-તેલ, હળદર-મરચું સહિતની ખાદ્ય ચીજોમાં ભેળસેળના ઉપરોકત તમામ કેસોમાં આરોપી વેપારીઓને સખતમાં સખત સજા કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ મનોજ ખંધારે દલીલો કરતાં જણાવ્યું હતું કે, ખોરાક એ જીવનનિર્વાહ માટેની મૂળભૂત જરૂરિયાત છે. પ્રજાનું આરોગ્ય એ રાષ્ટ્રની સંપત્તિ છે. આજે સમાજમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરવાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને આવા આરોપી ભેળસેળીયા વેપારી તત્વો સહેજ પૈસા વધારે કમાવવાની લાલચમાં પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. જેના કારણે સમાજે માઠા પરિણામ ભોગવવાનો વારો આવે. જેથી આરોપી વેપારીઓના ભેળસેળના ગુનાહીત કૃત્યને કોર્ટે સહેજપણ હળવાશથી લેવું જોઇએ નહી અને તમામ આરોપી વેપારીઓને કાયદાકીય જોગવાઇ મુજબ સખતમાં સખત સજા ફટકારવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી અમ્યુકો કોર્ટે ઉપરમુજબ સજાના મહત્વના હુકમો જારી કર્યા હતા.

Related posts

નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

aapnugujarat

ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસને સાધુ-સંતો, ભાજપ અગ્રણીઓનો ટેકો

aapnugujarat

BJP-Congress slams Pakistan over new map

editor

Leave a Comment

UA-96247877-1