Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસ માટે મનાઇ

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર નર્મદાના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ. નિનામાએ મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ (સને ૧૯૫૧ ના મુંબઇ ના ૨૨ માં) અધિનિયમની કલમ-૩૭ (૩) અન્વયે  તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૪ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજથી તા. ૧૫ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજ ૨૪=૦૦ કલાક સુધીના (બન્ને દિવસો સહિત) સમય દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી- સરઘસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇપણ સ્મશાનયાત્રાને, કોઇપણ રાષ્‍ટ્રિય કાર્યક્રમને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમમાંથી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તેઓના મુખ્ય મથકના વિસ્તાર માટે તથા તાલુકા મેજીસ્ટ્રેટશ્રી તેઓના તાલુકા વિસ્તાર માટે નિયત નમૂનામાં અગાઉથી અરજી મેળવી મુક્તિ આપી શકશે એટલે કે સરઘસ, શોભાયાત્રા તથા સભા અંગેની પરવાનગી આપતા પહેલા સ્થાનિક પરિસ્થિતિ તથા પોલીસ ખાતાનો અભિપ્રાય લક્ષમાં લઇ આપી શકશે. આ હુકમના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

બી ટેક, એમબીએ ડિગ્રીવાળા વ્યક્તિઓ ધોબી,કૂક,વાળંદ,દરજી બનવા તૈયાર…!!?

aapnugujarat

वर्ल्ड हेरिटेजसिटी अहमदाबाद की पहचान अब बरकरार रहेगी

aapnugujarat

દુધ અને વટાણા ખાતા રાજપીપળાની શાળાના ૧૫૦ વિદ્યાર્થીનીઓની હાલત લથડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1