Aapnu Gujarat
ગુજરાત

બી ટેક, એમબીએ ડિગ્રીવાળા વ્યક્તિઓ ધોબી,કૂક,વાળંદ,દરજી બનવા તૈયાર…!!?

બેકારીનો રાફડો ફાટ્યો,એમટીએસની ૭૦૭ જગ્યાઓ માટે ૭.૫૦ લાખ અરજીઓ આવી
બી ટેક, એમબીએ જેવી પ્રોફેશનલ ડિગ્રીવાળા દેશના કેટલાક બેકારો હાલમાં દિલ્હી પોલીસમાં મોચી, માળી, ધોબી, કુક, વાણંદ, સુતાર, વોટર કેરિયર, સફાઇ કર્મચારીથી માંડીને દરજી સુધી બનવા આતુર છે. દિલ્હી પોલીસે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (એમટીએસ)ની ૭૦૭ જગ્યાઓ બહાર પાડી હતી પણ તેના માટે લગભગ ૭.૫ લાખ અરજીઓનું પુર આવી ચુકયું છે. આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત ફકત ધો. ૧૦ પાસ માંગવામાં આવી હતી. હાલમાં ૧૭ ડીસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી અલગ અલગ ચરણોમાં લેખિત પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યાર પછી ફીઝીકલ ટેસ્ટ થશે.
ત્યારપછી ટ્રેડ ટેસ્ટ થશે, જેમાં એમબીએ અથવા બીટેક પાસ કરેલાં યુવાનો મોચી, માળી, વાણંદ, બનીને પોતાની કાબેલિયત દેખાડશે. ૭૦૭ ખાલી જગ્યાઓ ભરવા માટેનું આ પહેલું ચરણ છે. આ જગ્યાઓ માટે તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળથી માંડીને પંજાબ, જમ્મુ-કાશ્મીર સુધીની અરજીઓ આવી છે.
સરકારી નોકરીની ચાહતમાં બીટેક, એમબીએ, એમસીએ, બીબીએ, એમએસસી, એમએ સુધીની ડિગ્રી મેળવી ચુકેલા યુવાનોએ પણ અરજી કરી છે. આમાં ૧૨૦૦ જેટલા એમબીએની ડિગ્રી વાળા છે. તો ૩૬૦ બીટેક પાસ કરેલા અરજદારો પણ છે. આજ રીતે ૩ લાખથી વધારે એમએ, એમએસસીની ડિગ્રીવાળા છે. બીજા રાજયોમાંથી આવેલા મોટાભાગના યુવાઓનું કહેવું છે કે લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર અઘરૂ બનાવાયું છે. આ પેપર સબ ઇન્સ્પેકટર રેંક માટેનું છે.
પોલીસ અધિકારીઓ અનુસાર જુદી -જુદી જગ્યાઓ માટે એક જ લેખિત પરીક્ષા લેવાઇ રહી છે. પરીક્ષાનો સમય ૯૦ મીનીટનો છે. જેમાં ૧૦૦ પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેક પ્રશ્નના માર્ક નક્કી કરેલા છે. ટ્રેડ ટેસ્ટ ૨૦ માર્કનો હશે, જેમાંથી ૧૦ માર્ક અથવા તેનાથી વધારે માર્ક મેળવનારને જ પાસ જાહેર કરાશે. લેખિત પરીક્ષા પછી ફીઝીકલ ટેસ્ટ થશે. ત્યારપછી ટ્રેડ ટેસ્ટ થશે, જે લાગતા વળગતા ટ્રેડ અનુસાર હશે.

Related posts

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પેન્શ નરો માટે તા.૦૪-જુનના રોજ પેન્શબન અદાલતનું આયોજન

aapnugujarat

બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ડેટા ચોરી કેસમાં વધુ બે ઝડપાયા : સુરત ક્રાઇમબ્રાંચે આઠ આરોપીઓની ધરપકડ કરી

aapnugujarat

૯૮ વર્ષના દાદાને પીપીઆઇ ગોઠવાયું :તબીબોને સફળતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1