Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢના અંગૂઠા છાપ મંત્રીઃ લખતા-વાંચતા પણ નથી આવડતું..!!

છત્તીસગઢમાં ભૂપેશ બધેલ સરકારના નવા નવ મંત્રીઓએ મંત્રી પદ માટે શપથગ્રહણ કરી લીધી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે દરેક મંત્રીઓને પદ અને ગોપનીયતા માટે શપથ અપાવી હતી. આ દરમિયાન બધા જ ધારાસભ્યોએ હિન્દીમાં શપથ લીધી હતી. પરંતુ કોંટાના ધારાસભ્ય કવાસી લખમા પોતાનું શપથપત્ર પણ વાંચી શકવા માટે સક્ષમ નહતા. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને શપથ પૂર્ણ કરાવી હતી.
શપથ ગ્રહણ દરમિયાન સ્ટેજ પર જ્યારે કવાસી લખમાનું નામ બોલવામાં આવ્યુ ત્યારે તેઓ શપથગ્રહણ માટે સ્ટેજ પર આવ્યા. જ્યારે તેઓ શપથગ્રહણ કરવા આવ્યા ત્યારે તેઓ પોતે શપથ વાંચી ન શક્યા. ત્યારબાદ છત્તીસગઢના રાજ્યપાલ આનંદીબેન પટેલે પૂરી શપથ બોલ્યા અને તેમ તેમ મંત્રી પણ પાછળ પાછળ બોલ્યા.
ભૂપેશ બધેલ સરકારના કવાસી લખમા એ એક એવા મંત્રી છે, જેમણે ક્યારેય સ્કૂલનો દરવાજો પણ નથી જોયો. તેમનો જન્મ વર્ષ ૧૯૫૩માં સુકમા જિલ્લાના નાગારાસ ગામમાં થયો હતો. પહેલેથી જ ખેતી કામ કરનારા કવાસી લખમા રાજ્યના ગઠન બાદથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ બસ્તરના કોંટા સીટના ધારાસભ્ય છે.
અનુસૂચિત જાતિમાંથી આવનારા કવાસી લખમા વિશે જાણવા મળ્યું છે કે, તેમણે ભલે ક્યારેય શાળામાં જઈને શિક્ષણ ન લીધુ હોય પરંતુ તેઓ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર જેવા દેશોની યાત્રા કરી ચૂક્યા છે. કોંગ્રેસ સત્તામાં આવી તે પહેલાથી તેઓ વિપક્ષમાં રહેતા તેઓ ઉપ નેતા વિપક્ષની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

Related posts

લોકસભા પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતાં ચિંતાઃ ગોરખપુર ૪૭.૪૫, ફુલપુરમાં ૩૭.૩૯ ટકા મતદાન

aapnugujarat

એનડીએની ડિલ યુપીએ કરતા ૨.૮૬ ટકા સસ્તી હોવાનો દાવો : રાજ્યસભામાં કેગના અહેવાલમાં રાફેલ મુદ્દે ઘટસ્ફોટ

aapnugujarat

हरदोई में सिपाही और चौकीदार को ट्रक से कुचला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1