Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનડીએની ડિલ યુપીએ કરતા ૨.૮૬ ટકા સસ્તી હોવાનો દાવો : રાજ્યસભામાં કેગના અહેવાલમાં રાફેલ મુદ્દે ઘટસ્ફોટ

રાફેલ ડિલ ઉપર જારી રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે આજે કેગનો અહેવાલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના કહેવા મુજબ યુપીએના ગાળાની સરખામણીમાં એનડીએના શાસનકાળમાં ૨.૮૬ ટકા સસ્તામાં આ ડિલ થઇ છે. કેગના રિપોર્ટ મુજબ ૧૮૬ વિમાનોની સરખામણીમાં ભારતે ૩૬ રાફેલ કોન્ટ્રાક્ટમાં ૧૭.૦૮ ટકા પૈસા બચાવ્યા છે. મોદી સરકારના સમયમાં ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીનો સોદો થયો હતો. આનાથી પહેલા યુપીએના સમયગાળામાં ૧૨૬ રાફેલ વિમાનોનો સોદો થયો હતો. તે પહેલા અનેક શરતો પર સર્વસંમતિ થઇ શકી ન હતી. રિપોર્ટમાં ૨૦૦૭થી લઇને ૨૦૧૫ની બોલીની સરખામણીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આમા કિંમતોને લઇને પણ વાત કરવામાં આવી છે. ૨૦૧૫માં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવવાની જરૂર હતી. ૨૦૧૬માં યુ મિલિયન યુરો માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, કોંગ્રેસ પાર્ટીએ કેગના રિપોર્ટને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા જેના કારણે ધાંધલ ધમાલ થઇ હતી. ૧૪૧ પાનાનો આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં હોબાળો શરૂ થયો હતો જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી મોકૂફ કરવામાં આવી હતી. લોકસભામાં પણ ટીડીપી અને ટીએમસીના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો જેથી કામગીરી થઇ શકી ન હતી. રાફેલ ડિલને લઇને આજે છેલ્લા દિવસે કોંગ્રેસના સાંસદોએ સંસદ સંકુલમાં દેખાવો કર્યા હતા. આ ગાળા દરમિયાન સાંસદોએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા મિડિયા રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા અહેવાલને ટાંકીને રાહુલે મોદી ઉપર પ્રહાર કર્યા હતા. દ હિન્દુ અખબારે હાલમાં જ રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરાયો હતો. બુધવારના દિવસે અખબારમાં કહેવામાં આવ્યું હતું કે, એનડીએ સરકારના સમયમાં થયેલી ડિલ યુપીએના ગાળામાં થયેલી ડિલ કરતા સસ્તા સોદામાં થઇ નથી પરંતુ આજે કેગના અહેવાલ બાદ આ મિડિયા અહેવાલને પણ રદિયો મળ્યો હતો. આજે સવારે કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક મળી હતી જેમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બંધારણના મુલ્યો, સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર મોદી સરકાર તરફથી સતત પ્રહાર થઇ રહ્યા છે.

Related posts

અખિલેશ-માયાવતી શપથ કાર્યક્રમથી દૂર રહ્યા

aapnugujarat

Our society has always been vigilant for the unity and harmony of the country : PM Modi On ‘Mann Ki Baat’

aapnugujarat

તેજબહાદુરની ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1