Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આઇએસ મોડ્યુલ : કુંભમાં બ્લાસ્ટ કરવાની યોજના હતી

આઇએસ મોડ્યુલ હરકત હર્બ એ ઇસ્લામના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ એકપછી એક ચોંકાવનારી વિગત મળી રહ છે. આ તમામ વિગતો સાબિત કરે છે કે દેશમાં ઘાતક હુમલા કરવાની યોજના હતી. સાથે સાથે દેશ પરથી મોટી ઘાત ટળી ગઇ છે. આ સંગઠન સાથે જોડાયેલા શખ્સો પ્રયાગરાજમાં યોજાનાર કુંભ-૨૦૧૯માં પણ સિરિયલ બ્લાસ્ટ કરવાન યોજના ધરાવતા હતા. અલબત્ત આ બાબતને લઇને પોલીસે હજુ સુધી નક્કર સમર્થન આપ્યુ નથી પરંતુ પોલીસે કહ્યુ છે કે ભીડવાળા વિસ્તારોમાં બ્લાસ્ટ કરવાની તેમની યોજના હતી. એનઆઇએના અધિકારીઓએ એવા હેવાલને સમર્થન આપ્યુ છે કે ભીડવાળા વિસ્તાર પર તેમની નજર હતી. આવનાર દિવસમાં સૌથી વધારે ભીડ પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળામાં થનાર છે. એસએસપી એટીએસ વિનોદ કુમાર સિંહની સાથે એક ટીમ કુંભ પર ત્રાસવદી હુમલા સાથે જોડાયેલી બાબતને લઇને પુછપરછ કરી રહી છે. આઇજી એટીએસ અસીમ અરૂણે કહ્યુછે કે એનઆઇએની ટીમની સાથે મળીને યુપી એટીએસે અમરોહા, હાપુડમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. હજુ સુધીની તપાસમાં કુંભ હુમલાની તૈયારીના સંબંધમાં કોઇ વિગત સપાટી પર આવી નથી.જો કે વિનોદ કુમાર સિંહ અને ડેપ્યુટી એસપી અતુલ કુમાર યાદવની સાથે એક ટીમ કુંભ પર હુમલાના સંબંધમાં પકડી પાડવામાં આવેલા આરોપીઓની દિલ્હીમાં પુછપરછ કરી રહી છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સપાટ પર આવેલા કાનપુરના ખરાસાન મોડ્યુલની જેમ તે પણ કામ કરી રહ્યુ હતુ. સંગઠનના અમર ૨૯ વર્ષીય મુફ્તી મોહમ્મદ સોહિલ ઉર્ફે હઝરત છે. જે મુળભુત રીતે ઉત્તરપ્રદેશના અમરોહાનો નિવાસી છે. દેવબંદમાંથી દીનીના અભ્યાસ બાદ તે દિલ્હીમાં રહેતો હતો. સંગઠને હુમલા માટે તમામ બોંબ અમરોહામાં તૈયાર કર્યા હતા. જેમાં લોંચર બોંબને દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે એનઆઇએ અને ઉત્તરપ્રદેશ એટીએસની ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. દિલ્હી અને ઉત્તરપ્રદેશના જુદા જુદા સ્થળ પર બાતમી બાદ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહ દરમિયાન એનઆઈએ દ્વારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલાઓમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયર સુધીના ખતરનાક શખ્સોનો સમાવેશ થાય છે. આત્મઘાતી હુમલાની ઘાતક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. સ્વદેશી બનાવટની ૧૨ પિસ્તોલ, ૧૨૦ એલાર્મ ક્લોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને લેપટોપ કબજે કરવામાં આવી ચુક્યા છે. આ તમામમાં પણ પુછપરછ કરવામાં આવી રહી છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ વ્યાપક દરોડા અને તપાસ બાદ આઈએસઆઈએસ પ્રાયોજિત આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ દ્વારા ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ૧૭થી વધુ સ્થળો દરોડા વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. હરકત ઉલ હર્બે ઇસ્લામ નામથી નવા મોડ્યુઅલમાં તપાસ ચાલી રહી છે. ૧૬ શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ પુછપરછ બાદ ૧૦ની ધરપકડ કરાઈ હતી જેમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયરોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને યુપી એટીએસે મળીને કરી હતી. ઝડપાયેલા લોકોમાં પાંચ ઉત્તરપ્રદેશના અને પાંચ દિલ્હીના છે. આઈએસઆઈએસથી સંચાલિત મોડ્યુઅલમાં એમીટી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ કરનાર વિદ્યાર્થી, ઓટો ડ્રાઇવર, મૌલવી, ગારમેન્ટ કારોબારી સામેલ છે. તમામની વય ૨૦થી ૩૦ વર્ષની છે. શકમંદોમાં એક મહિલા પણ સામેલ છે.

એનઆઇએ-એટીએસની હજુ તપાસ : દરોડા જારી
આઇએસ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ નેસનલ ઇન્વેસ્ટીગેશન અને એટીએસ દ્વારા વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્ત સ્થળ અને શંકાસ્પદ સ્થળો પર તપાસ જારી રહી છે. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરીને તેમની પાસેથી તમામ માહિતી કઢાવ લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તેમની પુછપરછના આધાર પર કેટલાક અન્ય ખતરનાક ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. આ સમગ્ર ઓપરેશન જોરદાર રીતે ચાલી રહ્યુ છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે બે ઓનલાઇન હેન્ડલર વિદેશમાં બેસીને સંગઠન સાથે જોડાયેલા લોકોને બોંબ બનાવવા માટેની માહિત આપી રહ્યા હતા. બોંબ બનાવવામાં કઇ કઇ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે માહિત આપી રહ્યા હતા. કઇ રતે પાઇપથી બોંબ બને છે તેની માહિતી પણ આપી રહ્યા હતા. હેન્ડલર અથવા તો તેમના આકાઓ આ લોકોને ટાઇમર અને રિમોટ કન્ટ્રોલ બોંબ કઇ રીતે બને છે તેની માહિતી આપી હતી. અમરોહા નિવાસ રઇસ વેલ્ડિંગનુ કામ કરે છે. બોંબ બનાવવા માટે વેલ્ડરની જરૂર પડે છે. જેથી તેને સંગઠનમાં સામેલ કરવામાં આવ્યો હતો. રઇસનો ભાઇ સઇદ શાકભાજીની લારી લગાવે છે. આ લોકો પોતાની કમાણીથી સંગઠનની ગતિવિધી ચલાવી રહ્યા હતા. સોશિયલ મિડિયાથી જેહાદી વિડિયો પણ મોકલી દેવામાં આવ્યા હતા. હવે હેન્ડલરની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સોહેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. જેની પાસેથી વધુ વિગત કઢાવી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અનેક ચોંકાવનાર ખુલાસા આમાં થઇ શકે છે.

Related posts

राजधानी से 33 ट्रेन 12 जुलाई तक निरस्त

aapnugujarat

ઉત્તરાખંડનાં રૂટ મારફતે માનસરોવર યાત્રા જારી

aapnugujarat

15 રાજ્યોના 81 કરોડ રાશનકાર્ડધારકોને ફાયદો

editor

Leave a Comment

UA-96247877-1