Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડનાં રૂટ મારફતે માનસરોવર યાત્રા જારી

સિક્કિમ સરહદી વિવાદ જ્યાં સુધી ઉકેલાશે નહીં ત્યા સુધી કૈલાશ માનસરોવર યાત્રામાં યાત્રીઓને આગળ વધવાની મંજુરી આપશે નહીં તેવી ચીનની જાહેરાત બાદ નવી સમસ્યા ઉભી થઇ ગઇ છે અને યાત્રા સિક્કિમમાં નાથુલા પાસથી રોકાઈ ગઈ છે પરંતુ ઉત્તરાખંડમાં અન્ય રુટ મારફતે કૈલાશ માનસરોવરની યાત્રા સાનુકુળરીતે ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર આ રસ્તા મારફતે પણ પહોંચી રહ્યા છે. નોડેલ એજન્સી કુમાવમંડળ વિકાસ નિગના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે, ૫૬ શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી પાસ મારફતે પરત ફરી છે. જ્યારે ૫૬ શ્રદ્ધાળુઓની ત્રીજી ટુકડી આજ રુટ મારફતે ચીની પ્રદેશમાં પ્રવેશી ગઈ છે. પિથોરાગઢ નજીક ધારકુલામાં લિપુલેક મારફતે યાત્રા આગળ વધી રહી છે. શ્રદ્ધાળુઓની બીજી બેચ પહેલાથી જ ચીનમાં છે અને તે થોડાક દિવસમાં પરત ફરે તેવી શક્યતા છે. આ યાત્રા ઉત્તરાખંડ મારફતે આગળ વધી રહી છે. અહીં કોઇ તકલીફ નથી. કુમાવમંડળ વિકાસ નિગમના અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર ધીરજ ગરબીયાલે માહિતી આપતા કહ્યું છે કે, લિપુલેક પાસ મારફતે યાત્રા આગળ વધી રહી છે. માનસરોવર પહોંચવા માટે શ્રદ્ધાળુઓ દ્વારા સૌથી પહેલા આ રુટનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. સરખામણીમાં આ યાત્રા નાથુલા પાસથી ઓછી જટિલ છે પરંતુ અહીંથી યાત્રા જટિલ પડે છે. નાથુલા રુટ થોડાક સમય પહેલા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો હતો જ્યારે લિપુલેક માર્ગ ત્રણ દશકથી શ્રદ્ધાળુઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ૧૯૬૨થી લિપુલેક માર્ગનો ઉપયોગ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે. ભારત ચીન યુદ્ધ બાદ આને બંધ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ બંને દેશો દ્વારા વિશ્વાસ નિર્માણના પગલા બાદ ૧૯૮૧માં તેને ફરી ખોલવાનો નિર્ણય કરાયો હતો. ઉત્તરાખંડમાં યાત્રા શાંતિપૂર્ણ રીતે જારી છે.

Related posts

ડુંગળીની મબલખ આવક આવવાની શરૂ થતાં ભાવ ઘટ્યાં

aapnugujarat

પઠાણકોટ હુમલા અંગે વધુ પુરાવા ભારતને મળ્યાં

aapnugujarat

ગોપાલ ચાવલા સાથે સિદ્ધુની તસ્વીર વિવાદ : સ્વામીએ કહ્યું રાસુકા હેઠળ ધરપકડ કરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1