Aapnu Gujarat
રાષ્ટ્રીય

પઠાણકોટ હુમલા અંગે વધુ પુરાવા ભારતને મળ્યાં

સમગ્ર દેશને હચમચાવી મુકનાર પઠાણકોટ ત્રાસવાદી હુમલા કેસના સંબંધમાં હવે અમેરિકાએ પાકિસ્તાનની સંડોવણીની ખાતરી આપે તેવા વધુ પુરાવા ભારતને આપ્યા છે. પાકિસ્તાનમાંથી જ હુમલાની સમગ્ર યોજના તૈયાર કરવામાં આવી હતી તેવા પુરાવા અમેરિકાએ આપ્યા છે. એનઆઇએને આ પુરાવા આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાએ હવે એનઆઇએને માહિતી આપતા કહ્યુ છે કે ં પઠાણકોટમાં કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જેશના હુમલાખોરોના આકાઓના ફેસબુક એકાઉન્ટના આઇપી સરનામા તેમજ સંગઠનના ફાયનાન્યિલ આર્મ એએલ રહેમત ટ્રસ્ટના આઇપી સરનામા પાકિસ્તાનમાં હોવાનો ખુલાસો થયો છે. તપાસમા દાવો કરવામાં આવ્યો છે કે જેશના હેન્ડલર કાશીફ જાનના મિત્રો જેહાદ સાથે સંબંધિત છે. એનઆઇએને કેટલીક નક્કર માહિતી પુરી પાડવામાં આવ્યા બાદ નવી નવી માહિતી સપાટી પર આવી રહી છે. પાકિસ્તાનની મુશ્કેલી આને કારણે વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પઠાણકોટ ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા ચાર ત્રાસવાદીઓના ફોટાઓનો ઉલ્લેખ પણ ફેસબુક પર કરવામાં આવ્યો હતો. ભારતીય ટોપની તપાસ સંસ્થા હવે પાકિસ્તાન પર વધારે દબાણ લાવી શકે છે. બીજી બાજુ મસુદ અઝહર પર સકંજો મજબુત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. થોડાક સમય પહેલા થયેલા પઠાણકોટ હુમલા મામલે પણ ભારત અને પાકિસ્તાન આમને સામને રહ્યા છે. પુરાવા અપાયા હોવા છતાં પાકિસ્તાન પુરાવા સ્વીકારવા તૈયાર નથી.

Related posts

બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

editor

લોકસભા ચૂંટણી : ઉત્તરપ્રદેશમાં કઠોર રાજકીય પરીક્ષા થશે

aapnugujarat

આગામી ૧૦ વર્ષમાં પુરથી ૧૬૦૦૦ના મોત થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1