Aapnu Gujarat
મનોરંજન

હેલ બેરી હવે એક્શન થ્રીલર ફિલ્મમાં ચમકશે

લોકપ્રિય અભિનેત્રી હેલ બેરીની કિડનેપ ફિલ્મ ચેાથી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ વર્ષ ૨૦૧૪માં શરૂ કરવામાં આવ્યુ હતુ. જો કે ફિલ્મની રજૂઆત કેટલાક કારણોસર રોકાઇ ગઇ હતી. હવે આ ફિલ્મ રજૂઆત માટે તૈયાર છે. હેલ બેરી ફિલ્મમાં પોતાના પુત્રને ખતરનાક અપહરણકારોથી બચાવતી નજરે પડનાર છે. આ એક્શન થ્રીલર ફિલ્મમાં તે એક એવી માતાની ભૂમિકામાં છે જે પોતાના અપહરણ કરાયેલા પુત્રને શોધે છે. આ ઉપરાંત પણ તે કિગ્સમેન-૨ ફિલ્મમાં કામ કરી રહી છે. જે સપ્ટેમ્બર મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. ટુંકમાં હેલ બેરીના ચાહકો માટે સારા સમાચાર છે. તેની ઉપરાઉપરી બે ફિલ્મ આવનાર છે. હેલ બેરીને મોટી મોટી ભૂમિકાની ઓફર થઇ રહી છે. પોતાની સેક્સી ફિગરના કારણે જાણીતી રહેલી અને બોન્ડ ફિલ્મમાં પણ અભિનેત્રી તરીકે કામ કરી ચુકેલી હેલ બેરી હવે કિગ્સમેન-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સીઆઇએના વડાની ભૂમિકા અદા કરનાર છે. કિગ્સમેન-૨ ફિલ્મમાં કામ કરવાને લઇને તેની વાતચીત ચાલી રહી છે. મેથ્યુ વાઘન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રજૂ થયેલી કિગ્સમેન ધ સિક્રેટ સર્વિસની સિક્વલ ફિલ્મ રહેશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેની ચારેબાજુ પ્રશંસા પણ કરવામાં આવી હતી. હેલ બેરીને આ ફિલ્મમાં સીઆઇએના ચીફ તરીકેની ભૂમિકા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોન્સ્ટર બેલની આ સ્ટાર અભિનેત્રી તાજેતરમાં લુઇસ પ્રિયેટોની ફિલ્મ કિડનેપમાં પણ કામ કરી રહી છે. કિગ્સમેન-૨ ફિલ્મની સિક્વલની પટકથા વોઘન અને જેન ગોલ્ડમેન દ્વારા લખવામાં આવી છે. આ એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. આ ફિલ્મમાં જુલિયન મુરે પણ કામ કરવા જઇ રહી છે. અન્ય કલાકારોના સંબંધમાં હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મુખ્ય ભૂમિકામાં તો હેલ બેરી જ રહેશે. હેલ બેરી હજુ પણ ફિલ્મોમાં સતત સક્રિય દેખાઇ રહી છે.

Related posts

મલાઇકા અર્જુનનાં કારણે સલમાને બોનીનાં બે પ્રોજેક્ટ છોડ્યા

aapnugujarat

ટાઈમ્સ સ્ક્વેર પર સલમાન ખાનની ‘ટ્યૂબલાઈટ’નું પોસ્ટર લગાવાયું

aapnugujarat

‘તેઝાબ’ની ઓફિશિયલ રીમેક બનશે

editor

Leave a Comment

UA-96247877-1