બોલિવુડમાં દબંગ સ્ટાર તરીકે લોકપ્રિય અને બોલિવુડમા હાલમાં સૌથી સફળ સ્ટાર સલમાનખાનની નવી ફિલ્મ ટ્યુબલાઇટ ૨૩મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવેલી લીટલ બોય નામની ફિલ્મની રિમેક છે. ફિલ્મના ગીતો હાલમાં સુપરહિટ સાબિત થઇ રહ્યા છે. ફિલ્મમાં સલમાનની સાથે સોહિલ ખાન પણ છે. યુદ્ધ પર આધારિત ફિલ્મ હોવાના હેવાલ મળી રહ્યા છે. ફિલ્મના કેટલાક ભાગના પોસ્ટર જારી કરવામાં આવ્યા છે. ટ્રેલર પણ જારી કરવામાં આવ્યા છે. સલમાન આ ફિલ્મને લઇને હાલમાં કોઇ ઉતાવળ કરી રહ્યો નથી. કબીર ખાન મોટા ભાગે સલમાન ખાનને લઇને ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. એક થા ટાઇગર, બજરંગી ભાઇજાન અને સુલ્તાન ફિલ્મનો સમાવેશ થાય છે. ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સુલ્તાન બાદ ટ્યુબલાઇટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યા બાદ હવે શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ હતુ. નિર્માણ બાદની કામગીરી પર કામ ચાલી રહ્યુ છે. ફિલ્મમાં ડ્રામાંને પણ સારી રીતે રજૂ કરવામા ંઆવનાર છે. સલમાન ખાન હાલમાં ટ્યુબલાઇટ ફિલ્મને લઇને વ્યસ્ત છે. જેથી તેની બાકીની ફિલ્મો રોકી દેવામાં આવી છે. સુલ્તાન બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ સર્જી ચુકી છે. આવી સ્થિતીમાં તેની કબીર ખાનની નવી ફિલ્મને લઇને પણ આશા વધી ગઇ છે. હાલમાં આ ફિલ્મ માટે એક ચીની અભિનેત્રીની પસંદગી કરવામાં આવી છે. જો કે બીજી અભિનેત્રીને પણ લેવામાં આવનાર છે. સલમાન સાથે ફિલ્મમાં તેના ભાઇ સોહેલ ખાનને પણ લેવામાં આવ્યો છે. આ બન્ને ભાઇ અગાઉ પણ કેટલીક ફિલ્મોમાં એક સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મની પટકથા ખુબ રોમાંચક રાખવામાં આવનાર છે. તેમ જાણવા મળ્યુ છે. ફિલ્મની ચર્ચા હવે જોરદાર રીતે જોવા મળી રહી છે. સલમાને લક્ષ્મણસિંહની ભૂમિકા અદા કરી છે.
આગળની પોસ્ટ