મોદી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના મંત્રાલયની કામગીરીની વિગતો આજે રજૂ કરી હતી. સુષ્મા સ્વરાજે યુપીએના અંતિમ ત્રણ વર્ષ અને મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળની સરખામણી કરીને દાવો કર્યો હતો કે, તેમની સરકાર વિદેશી મોરચાથી લઇને સ્થાનિક મોરચા સુધી જોરદાર કામગીરી અદા કરી છે. પેરિસ સમજૂતિથી અલગ થવા વખતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરોધી ટિપ્પણીને ખોટી ગણાવીને સુષ્મા સ્વરાજે કહ્યું છે કે, ભારતે કોઇ લાલચ અથવા તો દબાણમાં પેરિસ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા. અમે આના હિસ્સા તરીકે રહીશું. સુષ્માએ પેરિસ સમજૂતિ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને રદિયો આપ્યો હતો. સાથે સાથે કાશ્મીર મુદ્દા ઉપર પાકિસ્તાનને સાફ જવાબ આપ્યા હતા. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનની સાથે તમામ મામલાઓને દ્વિપક્ષીય આધાર પર ઉકેલવા માંગે છે પરંતુ વાતચીત અને ત્રાસવાદી ગતિવિધિ એક સાથે ચાલી શકે નહીં. કાશ્મીરનો મામલો દ્વિપક્ષીય છે. ભારત પાકિસ્તાન વાતચીતમાં ત્રીજા પક્ષની જવાબદારીને ચલાવી લેવામાં આવશે નહીં. સુષ્માએ કહ્યું હતું કે, નવાઝ શરીફે પોતાના જન્મદિવસે વડાપ્રધાનને બોલાવ્યા હતા અને આમંત્રણને સ્વીકારીને મોદી ત્યાં ગયા હતા. શાંઘાઈ સહકાર સંગઠનમાં મોદી અને નવાઝ શરીફ વચ્ચે વાતચીતની શક્યતા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, બંને પક્ષો તરફથી હજુ સુધી કોઇ બાબત નક્કી કરવામાં આવી નથી. સ્વરાજે એમ પણ કહ્યું હતું કે, એનએસજીમાં તેમના સભ્ય પદનું સમર્થન કરનાર દેશ ચીનના સમર્થન માટે ચીની નેતાઓ સાથે વાતચીત કરે તે જરૂરી છે. ચીનની એક બેલ્ટ એક રોડ યોજનાનો વિરોધનો અમે વિરોધ કરીએ છીએ.ચમોલી જિલ્લામાં ભારતીય હવાઇ સીમામાં હેલિકોપ્ટરના આવવાના મુદ્દે ભારત ચીનની સમક્ષ આ મુદ્દો જોરદારરીતે ઉઠાવશે. સુષ્માએ કહ્યું હતું કે, સ્થાનિક વિકાસના કાર્યક્રમમાં પ્રથમ વખત વિદેશ મંત્રાલય સક્રિય ભૂમિકા અદા કરે છે. વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અમારા દૂતાવાસોની પ્રાથમિકતા બની ગઈ છે. યુપીએના ત્રણ વર્ષના ગાળામાં અને મોદી સરકારના ત્રણ વર્ષના ગાળા દરમિયાન એફડીઆઈમાં ઉલ્લેખનીય વધારો થયો છે. તેમાં ૩૫ ટકાનો વધારો થયો છે. સુષ્માએ એમ પણ કહ્યું હતું કે, પ્રવાસી ભારતીયોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્રણ વર્ષના ગાળા દરમિયાન વિદેશમાં ફસાયેલા ૮૦૦૦૦ લોકોને બચાવી લેવાયા છે. હજુ આમા ઓપરેશન મૈત્રી અને સાઉદીથી બચાવી લેવામાં આવેલા આશરે ૮૦૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સુષ્માએ આના માટે મોદીની રાજદ્વારી નીતિ સાથે સાથે પોતાના બંને સાથીઓ જનરલ વીકે સિંહ અને એમજે અકબરને ક્રેડિટ આપી હતી. પાસપોર્ટ સેવામાં સુધારા કરવામાં આવ્યા છે. નિયમ સરળ કરાયા છે જેના લીધે છેલ્લા ત્રિમાસિક ગાળાની તુલનામાં માત્ર આ ત્રિમાસિક ગાળામાં જ પાસપોર્ટની અરજીઓમાં ૫૦ ટકાનો વધારો થયો છે. સરકાર આવી ત્યારે ૭૭ પાસપોર્ટ સેવા કેન્દ્રો હતા. અમે ૧૬ વધારી ચુક્યા છે. સુષ્માએ કહ્યું હતું ક, જ્યારે અમારી સરકાર આવી ત્યારે વિદેશનીતિના ટિકાકારોએ એક વાત એક જ સુરમાં કરી હતી કે, પશ્ચિમ એશિયા વિદેશ નીતિના ધ્યાનથી બહાર થઇ જશે. તેમને એવું લાગી રહ્યું હતું કે, મોટાભાગના મુસ્લિમ દેશો છે જે મોદીની પ્રાથમિકતામાં રહેશે નહીં. પરંતુ આજે જોઇ શકાય છે કે, પશ્ચિમ એશિયાના દેશો સાથે ખુબ મજબૂત સંબંધ સ્થાપિત કરાયા છે. સાઉદી અરબે વડાપ્રધાનને સૌથી સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. અબુધાબીના પ્રિન્સ ૨૬મી જાન્યુઆરીના દિવસે મુખ્ય મહેમાન બન્યા હતા. આ બંને દેશ પાકિસ્તાનના નજીકના મિત્રો હોવા છતાં અમારા સંબંધી બની ગયા છે. પારસ્પર વિરોધી દેશો પણ ભારતની સાથે આવ્યા છે. સાઉદી અરબ અને ઇરાનનો સમાવેશ થાય છે. એચવનબી વિઝા અને પેરિસ સમજૂતિના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીને ફગાવી દીધી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ